• Home
  • News
  • અત્યાર સુધીમાં 1.34 લાખના મોત: અમેરિકામાં 24 કલાકમાં 2600ના મોત, કુલ મૃત્યુઆંક 28 હજારને પાર
post

અમેરિકા : મિશિગનમાં ઘરમાં રહેવાના આદેશના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-16 11:52:28

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધી  20 લાખ 83 હજાર 326 નોંધાઈ ચૂક્યા છે. 1 લાખ 34 હજાર 616 લોકોએ જીવ ગુમાવ્યા છે. 5 લાખ 10 હજાર 350 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અમેરિકાની વાત કરીએ તો અહીં 24 કલાકમાં 2600 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 30 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં કુલ મૃત્યુઆંક 30 હજાર 844 થયો છે અને કુલ પોઝિટિવ કેસ 6 લાખ 44 હજાર નોંધાઈ ચૂક્યા છે. ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે, અહીં 11 હજાર 686 લોકોએ જીવ ગુમાવ્યા છે અને અહીં 2 લાખ 14 હજાર 648 કેસ નોંધાયા છે.

ટ્રમ્પે ફરી  વિશ્વ આરોગ્ય સંસ્થા ઉપર નિશાન સાધ્યુ
વ્હાઈટ હાઉસમાં મીડિયા બ્રીફિંગમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકા  વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નું ફંડ રોકવામાં આવ્યું તેની બધા લોકોએ ટિક્કા કરી. બીજા દેશોએ WHO ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજા  કોઈ દેશોએ પ્રતિબંધ નથી લગાવ્યા. બધા જાણે છે કે ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં શુ થયું. WHO દ્વારા ભૂલ થઈ છે અને તેને તેઓ જાણે છે.


ટ્રમ્પે વધુમાં કહ્યું કે રશિયા દ્વારા કોરોના વાઈરસના દર્દીઓના ઈલાજ માટે વેન્ટિલેટરની જરૂર પડશે તો તેઓ તેની મદદ કરશે. તેમણે કહ્યું કે મને લાગે છે કે રશિયાને વેન્ટિલેટરની જરૂર છે. તેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અમે તેઓની મદદ કરવા જઈ રહ્યા છીએ. અમેરિકમાં ટૂંક સમયમાં વેન્ટિલેટરનો ભંડાર હશે. અન્ય દેશોની જરૂરીયાતને પણ પૂરી કરવામાં આવશે. અમે ઈટાલી, સ્પેન, ફ્રાન્સ ઉપરાંત અન્ય દેશોની મદદ કરવા જઈ રહ્યા છીએ.


કોરોના પીડિત ગરીબ દેશોને મદદ કરવાનો જી-20નો નિર્ણય પ્રશંસનીય: આઈએમએફ/ વિશ્વ બેન્ક
આંતરરાષ્ટ્રિય મુદ્રા ભંડાર (આઈએમએફ) અને વિશ્વ બેન્કે કોરોના પીડિત ગરીબ દેશોને અસ્થાઈ લોન આપવાના જી-20 ગ્રુપના નિર્ણયનું સ્વાગત કર્યું છે. વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ મેલાગ અને આઈએમએફના ક્રિસ્ટીના જોર્જિવાએ બુધવારે સંયુક્ત નિવેદનમાં કહ્યુ કે આ એક શક્તિશાળી, ઝડપથી કામ કરવાની પહેલ ગરીબ દેશોના લાખો લોકોના જીવન અને આજીવિકાને સુરક્ષિત રાખવામાં મદદ કરશે. અમે લોનની પહેલનું સમર્થન કરીએ છીએ. અમે ગરીબ દેશની મદદ માટે શક્ય તેટલા પગલા ભરવા માટે તૈયાર છીએ.

જર્મનીમાં ધીમે ધીમે લોકડાઉનના પ્રતિબંધને હટાવાશે

બીબીસીના રિપોર્ટ મુજબ જર્મનીમાં આગામી એક સપ્તાહ સુધી નિયમો સાથે વેપારીઓ પોતાની દુકાન ખોલી શકશે. ચાર મે પછી સ્કૂલો ધીમે ધીમે ખૂલશે. મર્કલે કહ્યું કે જાહેર સમારોહ અને ધાર્મિક મોટા આયોજનો ઉપર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે.  જર્મનીમાં 1 લાખ 34 હજાર 753 કેસ નોંધાયા છે અને 3804 લોકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં પોઝિટિવ 6 હજારને પાર
પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ 6297 થઈ ગયા છે.  અહીં 117 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઈટાલીમાં સંક્રમણ અને મોતમાં ઘટાડો થયો
ઈટાલીમાં કોરોના વાઈરસથી થનાર મોત અને પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકમાં અહીં 578 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2667 નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 1 લાખ 65 હજાર 155 કેસ નોંધાયા છે અને 21 હજાર 645 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સ્પેન: મૃત્યુઆંક 19 હજાર નજીક
સ્પેનમાં બુધવારે 557 લોકોના મોત થયા છે અને 6599 નવા કેસ નોંધાયા છે. અહીં 18 હજાર 812 લોકોના જીવ ગયા છે. અહીં 


કેનેડામાં લોકડાઉન યથાવત રહેશે
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ચેતવણી આપતા કહ્યું હતું કે દેશમાં લોકડાઉન અમુક સપ્તાહો સુધી ચાલું રહેશે. તેમણે કહ્યું કે જો લોકડાઉન વહેલા ખોલી નાખવામાં આવશે તો અમે જે અત્યારે કરી રહ્યા છે તે નહી કરી શકીએ. કેનેડામાં અત્યાર સુધીમાં 28 હજાર 379 કેસ નોંધાયા છે. અહં 1010 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post