• Home
  • News
  • ITની રેડમાં પોપ્યુલર ગ્રુપના 100 કરોડનાં બિનહિસાબી રોકાણ પકડાયાં, 82 લાખના દાગીના, 69 લાખ રોકડા મળ્યા
post

રમણ પટેલના ગ્રુપે અનેક કંપનીમાં બોગસ ડાયરેક્ટર મૂક્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-10 08:53:14

પોપ્યુલર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડના બીજા દિવસે 100 કરોડથી વધુના બિનહિસાબી રોકાણના પુરાવા મળ્યા છે. વિભાગે શુક્રવારે 69 લાખ રોકડા તેમજ 82 લાખના દાગીના અને 18 લોકર જપ્ત કર્યા છે. બીજા દિવસે ગ્રુપના પરિવારના સભ્યો ઉપરાંત કર્મચારીઓ, એકાઉન્ટન્ટના સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યા હતા. ગ્રુપની કંપનીઓ પાસેથી એટલો ઇ ડેટા મળ્યો હતો કે તે લેવામાં આખો દિવસ નીકળી ગયો હતો.

ગ્રુપે મોટા પ્રમાણમાં કોઓપરેટિવ સોસાયટીના નામે જમીનો રાખી બેનામી મિલકત ઊભી કરી હોવાનું મનાય છે. પોપ્યુલર ગ્રુપના માલિક રમણ પટેલના વિશ્વાસુ ભરત પટેલના ફ્લેટ પરથી દરોડામાં 150 કરોડથી વધુની મિલકતના સોદાના દસ્તાવેજ મળ્યા હતા. વિભાગે 96 કંપની અંગે આરોસીમાં તપાસ કરાવતા પરિવારના સભ્યો સિવાય બોગસ ડાયરેક્ટર હોવાનું ખૂલ્યું હતું.

મોબાઇલ અને કમ્પ્યૂટર પાસવર્ડથી લોક હતા
ગ્રુપે 100 કરોડથી વધુ કિંમતની દુકાનો અને મકાનોનું રોકડમાં વેચાણ કર્યું હતું. આ ઉપરાંત રમણ પટેલ અને પરિવારના અન્ય સભ્યોના મોબાઇલ ફોન, પેન ડ્રાઇવ અને કમ્પ્યૂટર જપ્ત કરાયા છે. ઇન્કમટેક્સ વિભાગે તમામના પાસવર્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post