• Home
  • News
  • ગુજરાતમાં ખરીફ વાવેતર સો ટકા સંપન્ન, 85 લાખ હેક્ટર ક્રોસ: કઠોળ-તલના પાકને નુકસાનીનો અંદાજ
post

રાજ્યમાં ખરીફ સિઝનમાં વાવેતર વિસ્તાર 86-87 લાખ હેક્ટરની વચ્ચે રહી જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-09 11:15:35

ગુજરાતમાં ખરીફ વાવેતરની શરૂમાં આક્રમક વાવણી થયા બાદ પખવાડીયા પૂર્વે થયેલા ભારે વરસાદના કારણે ખરીફ પાકોના રેકોર્ડ ઉત્પાદન પણ પાણી ફરી વળ્યું છે. રાજ્ય સરકારના અહેવાલ મુજબ તારીખ 7 સપ્ટેમ્બર સુધીમાં સો ટકા એટલે કે 85.12 લાખ હેક્ટરમાં વાવણી સંપન્ન થઇ ચૂકી છે જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 84.44 લાખ હેક્ટરમાં રહી હતી.

વાવેતર અંતિમ તબક્કામાં છે તેને ધ્યાનમાં લેતા હવે એકાદ લાખ હેક્ટરથી વધુ વાવેતર થાય તેવા સંકેતો નહિંવત્ છે. છેલ્લા ભારે વરસાદના કારણે સરેરાશ 30 ટકાથી વધુ નુકસાની છે. તલ-કઠોળના પાકને સૌથી નુકસાની પહોંચી છે. એટલું જ નહિં હવે જો વરસાદ થાય તો કપાસ, મગફળી તથા એરંડાના પાકને પણ નુકસાની થશે. સપ્તાહના અંતમાં ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી છે જેનાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે વરસાદથી 33 ટકાથી વધુ પાકમાં થયેલ નુકસાનીનું વળતર ખેડૂતોને મળશે તેવો નિર્દેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

તેલીબિયા પાકોમાં મગફળીનું વાવેતર 20.65 લાખ હેક્ટરમાં થયું છે તેને ધ્યાનમાં લઇ સરકારે પાકનો અંદાજ 54.65 લાખ ટનનો મુક્યો છે પરંતુ અગ્રણી ટ્રેડરો ઉત્પાદન 42 લાખ ટન આસપાસ જ રહેશે તેવો નિર્દેશ કરી રહ્યાં છે. જ્યારે તલનો પાક સરેરાશ 50 ટકા નિષ્ફળ જશે તેવું અનુમાન છે. હજુ એકાદ સપ્તાહ સુધી વાવેતરની કામગીરી થશે જેમાં એરંડાને ખેડૂતો પ્રાધાન્ય આપશે. છેલ્લા વરસાદના કારણે કપાસની આવકો વિલંબમાં પડવા સાથે પહેલી વીણીના ફુલ ખરી ગયાનું ખેડૂતોનું કહેવું છે.

એરંડાનું વાવેતર ચાલુ છતાં સરકારના મતે પાક 14.74 લાખ ટન થશે
ખરીફ વાવેતરની કામગીરીમાં હવે બાકી રહેલા વાવેતરમાં એરંડાનું વાવેતર થશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5.44 લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું છે. હજુ એકાદ સપ્તાહ સુધી વાવેતર થશે કુલ 6.5 લાખ હેક્ટર સુધીમાં વાવેતર થાય તેવા સંકેતો છે. હજુ વાવેતર થયું નથી છતાં રાજ્ય સરકાર દ્વારા એરંડાનો પાક 14.74 લાખ ટન થશે તેવો નિર્દેશ કરાયો છે. છેલ્લા ભારે વરસાદના કારણે એરંડાના પાકને નુકસાની પહોંચી છે તેને ધ્યાનમાં લેતા ગત વર્ષના 14.32 લાખ ટનથી વધુ ઉત્પાદન થાય તેવા સંકેતો અગ્રણીઓ નકારી રહ્યાં છે.

મગફળીનું 33 ટકા વધ્યું, કપાસનું 15%ઘટ્યું

પાક

7-9-19

7-9-20

તફાવત

ડાંગર

834528

838642

+0.49%

બાજરી

172119

183063

+6.36%

તુવેર

208569

225300

+8.02%

મગ

92224

94081

+2.01%

અડદ

87023

100441

+15.42%

કુલ કઠોળ

402225

436738

+8.58%

કપાસ

2665720

2278515

-14.52%

મગફળી

1550503

2065333

+33.20%

તલ

116029

148981

+28.40%

એરંડા

646575

544770

-15.75%

કુલ

8443874

8511908

+0.81%

 

 

adv

Related News

post
post
post
post
post
post
post