• Home
  • News
  • બિહારમાં 71 બેઠક પર મતદાન:60 પક્ષના 1066 ઉમેદવાર, શરૂઆતના એક કલાકમાં પટનામાં સૌથી વધુ 4% વોટિંગ; મોદીએ કહ્યું- પહેલા મતદાન, પછી નાસ્તા-પાણી
post

952 પુરુષ અને 114 મહિલા મેદાનમાં; તેમાંથી 406 ઉમેદવાર અપક્ષ લડી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 09:07:10

બિહારમાં ચૂંટણીમાં છે. ત્રણ તબક્કામાં વોટિંગ થવાનું છે. આજે પ્રથમ તબક્કાની 71 સીટો પર વોટિંગ ચાલુ છે. 1 હજાર 66 ઉમેદવાર મેદાનમાં છે. તેમાં 952 પુરુષ અને 114 મહિલાઓ છે. બીજા તબક્કાનું વોટિંગ 3 નવેમ્બર અને ત્રીજા તબક્કાનું વોટિંગ 7 નવેમ્બરે થશે. પરિણામ 10 નવેમ્બરે આવશે.

કોરોનાના કારણે ચૂંટણીપંચે મતદાનનો સમય એક કલાક વધાર્યો છે, પરંતુ અલગ-અલગ બેઠક પર મતદાન સમાપ્ત થવાનો સમય અલગ-અલગ છે. 4 બેઠક પર સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે 26 બેઠક પર બપોરે 4 વાગ્યા સુધી, 5 બેઠક પર સાંજે 5 વાગ્યા સુધી, બાકીની 36 બેઠક પર સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.

પ્રથમ ફેઝની 6 મોટી વાત
1.
સૌથી વધુ 27 ઉમેદવાર ગયા ટાઉન અને સૌથી ઓછા 5 ઉમેદવાર કટોરિયા બેઠક પર છે.

2. સૌથી વધુ 42 બેઠક પર આરજેડી, 41 પર લોજપા અને 40 પર રાલોસપાએ ચૂંટણી લડી રહી છે. ભાજપ 29 પર અને તેની સહયોગી જેડીયુ 35 પર મેદાનમાં છે. 22 સીટો પર કોંગ્રેસના ઉમેદવાર છે.

3. 31 હજાર 371 પોલિંગ સ્ટેશન બનાવાયાં છે. એમાં 31 હજાર 371 કંટ્રોલ યુનિટ અને વીવીપેટ યુઝ થશે. 41 હજાર 689 ઈવીએમનો ઉપયોગ થશે.

4. વોટરના હિસાબે હિસુઆ સૌથી મોટું વિધાનસભા ક્ષેત્ર છે. અહીં 3.76 લાખ મતદારો છે. તેમાં 1.96 લાખ પુરુષ, 1.80 લાખ મહિલા અને 19 ટ્રાન્સજેન્ડર છે.

5. વોટરના હિસાબે બરબીઘા સૌથી નાનું વિધાનસભા ક્ષેત્ર છે. અહીં 2.25 લાખ વોટર છે. તેમાં 1.17 લાખ પુરુષ, 1.08 લાખ મહિલા છે.

6. 328 ઉમેદવાર પર ક્રિમિનલ કેસ છે. 375 કરોડપતિ છે.

પ્રચારઃ મોદીએ 3, રાહુલે બે રેલી કરી; નીતીશની 56 અને તેજસ્વીની 44 રેલી થઈ
નરેન્દ્ર મોદીઃ વડાપ્રધાને 23 ઓક્ટોબરે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીઓ કરીને 24 બેઠક કવર કરવાની કોશિશ કરી. રેલીઓમાં કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઉલ્લેખ કરાયો. ગલવાન ખીણમાં ચીન સાથે થયેલી અથડામણની પણ વાત કરી.

રાહુલ ગાંધીઃ રાહુલે પણ વડાપ્રધાનની જેમ 23 ઓક્ટોબરે નવાડા અને ભાગલપુરમાં બે રેલી કરી 12 બેઠક કવર કરવાની કોશિશ કરી. રેલીઓમાં રોજગાર, પ્રવાસી મજૂરો અને ચીનનો મુદ્દો ઉઠાવ્યો. નવા કૃષિ કાયદાઓનો ઉલ્લેખ પણ કર્યો. નીતીશનું નામ પણ લીધું નહીં.

નીતીશ કુમારઃ 14 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર વચ્ચે 13 દિવસમાં 56 રેલી કરી. તેમાંથી 3માં નીતીશ વડાપ્રધાન સાથે હતા. રેલીઓ ઉપરાંત નીતીશે 6 વાર નિશ્ચય સંવાદદ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. રેલીઓમાં ‘15 વર્ષ વિરુદ્ધ 15 વર્ષનો ઉલ્લેખ વારંવાર થયો, એમાં પોતાનાં લાલુનાં 15 વર્ષની તુલના કરી.

તેજસ્વી યાદવઃ 16 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન 44 રેલી કરી. 2માં રાહુલની સાથે હતા. પ્રથમ ફેઝના પ્રચારના અંતિમ દિવસે 26 ઓક્ટોબરે સૌથી વધુ 15 રેલી કરી. પોતાની રેલીઓમાં મોટા ભાગે યુવાનોને સરકારી નોકરીઓ આપવાની વાત કરી. તેમનું વચન 10 લાખ નોકરી આપવાનું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post