• Home
  • News
  • IIM-Aના 120 વિદ્યાર્થીને 33 લાખ સુધીનું જોબ પેકેજ મળ્યું, સૌથી વધુ 42 જોબ આઈટી સેક્ટરમાં અપાઈ
post

IIM-પીજીપીએક્સ ફાઇનલ પ્લેસમેન્ટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 12:03:14

આઈઆઈએમ-એના એમબીએ- પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગામ ઇન મેનેજમેન્ટ ફોર એક્ઝિક્યુટિવ (પીજીપીએક્સ) 2020નું ફાઈનલ પ્લેસમેન્ટ જુલાઈમાં પૂર્ણ થયું છે. આ પ્લેસમેન્ટમાં વિવિધ સેક્ટરની 130 કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લઈને જોબ ઓફર કરી છે, જેમાંથી 120 વિદ્યાર્થીએ જોબ સ્વીકારી છે. સૌથી વધુ 42 જોબનો આઈટી સેક્ટરની છે. વિદ્યાર્થીઓને ઓછામાં ઓછું 18 લાખનું વાર્ષિક પેકેજ અને સરેરાશ 33 લાખ સુધીનું વાર્ષિક પેકેજ ઓફર કરાયું છે.

કંપનીઓએ પીજીપીએક્સના સ્નાતક વિદ્યાર્થીઓને માટે જુદી જુદી 300 પોસ્ટ ઓફર કરવા માટે ઈન્ટરવ્યૂ કર્યા હતા, જે પૈકી ઈન્ફર્મેશન ટેક્નોલોજીની કંપનીની સૌથી વધુ 42 પોસ્ટની જોબ ઓફર સ્વીકારી હતી. તેમાંથી ઓનલાઈન સર્વિસની 14,કન્સલ્ટિંગની 13 અને બીએફએસઆઈની 11 પોસ્ટની જોબનો સ્વીકાર કર્યો છે. પ્લેસમેન્ટ કમિટીના ચેરમેન પ્રો. અમિત કરનાએ જણાવ્યું હતુ કે, ‘અમે નવી 20 કંપનીને આવકારીએ છીએ, જેમાં દુનિયામાં વિદ્યાર્થીઓને અલગ અલગ સેક્ટરમાં પ્રતિભા બતાવવાની તક મળશે.

આ કંપનીઓએ ભાગ લીધો હતો
અદાણી ગ્રૂપ, આદિત્ય બિરલા મેનેજમેન્ટ કોર્પોરેશન, એમેઝોન, એક્સિસ બેંક, એરટેલ, ICICI બેંક, શેલ, બેંક ઓફ અમેરિકા, અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સ, હેવમોર, એલએન્ડટી ઈન્ફોટેક, માઈક્રોસોફ્ટ, દેશપાંડે ફાઉન્ડેશન, વિક્રમ સોલર, માસ્ટર કાર્ડ, ટ્રાઇડેન્ટ, ઝેનસર, મજિક પિન જેવી કંપનીઓએ ભાગ લીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post