• Home
  • News
  • અમૃતસરમાં ટ્રેક્ટર રેલી દરમિયાન મોટી દુર્ઘટના, અનિયંત્રિત ટેન્કરે મહિલાઓને ટક્કર મારતાં 2નાં મોત, 5 ગંભીર
post

ચાલકે ટ્રેક્ટર પરથી નિયંત્રણ ગુમાવી દેતાં એ મહિલાઓને અથડાઈને ઘણા મીટર સુધી ચાલતું રહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-27 10:20:32

પંજાબના અમૃતસરમાં મંગળવારે ખેડૂતોના સમર્થનમાં કાઢવામાં આવી રહેલી ટ્રેક્ટર રેલી દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. અનિયંત્રિત ટ્રેક્ટર રેલીમાં ચાલી રહેલી મહિલાઓને અથડાઈને આગળ નીકળી ગયું હતું. ઘટનમાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે પાંચ મહિલાઓને ઈજા થઈ છે. પોલીસ પુછપરછમાં એ વાતનો ખુલાસો થયો છે કે આરોપીને ટ્રેક્ટર ચલાવતા જ આવડતું ન હતું. આ સિવાય તેની પાસે કોઈ લાયસન્સ પણ ન હતું.

બલ્લામાં મંગળવારે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી
અમૃતસરની અટારી-બેરાક બાઈપાસ સ્થિત ગામ બલ્લામાં મંગળવારે ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં સામેલ થયેલા એક ટ્રેક્ટર ડ્રાઈવરે અચાનક જ નિયંત્રણ ગુમાવી દીધું હતું. આ કારણે ટ્રેક્ટર મહિલાઓને અથડાયું હતું. આ દુર્ઘટનામાં બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે પાંચ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

લોકોએ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો
ઘટના પછી લોકો ગભરાઈ ગયા હતા. લોકોએ ટ્રેક્ટર ડ્રાઈવરને પકડીને પોલીસ સ્ટેશન બલ્લાના હવાલે કરી દીધો હતો. પોલીસે ઘટના સ્થળને ચારે બાજુએથી ઘેરી લીધું હતું. આ ઘટના પછી ગામ બલ્લામાં શોક છવાઈ ગયો અને ટ્રેક્ટર પરેડ પણ સ્થગિત થઈ ગઈ.

ટ્રેક્ટર પરેડની જાહેરાત કરાઈ હતી
પ્રાપ્ત માહિતી મુજબ, કિસાન સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરેડમા સામેલ થવા માટે વિસ્તારના ગુરુદ્વારા સાહિબાનથી જાહેરાત કરવામાં આવી રહી હતી. આ કારણે મંગળવાર બપોર સુધી બલ્લા બાઈપાસની નજીક સંખ્યાબંધ ટ્રેક્ટર ટ્રોલી જમા થઈ ગઈ હતી. આ પરેડમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ થઈ હતી. મહિલાઓ બાળકોની સાથે પરેડની આગળ ચાલી રહી હતી. આ દરમિયાન એક ટ્રેક્ટર ચાલક પાણીના ટેન્કરને પોતાની ટ્રોલીમાં લઈ જઈ રહ્યો હતો. જેવું તે ટ્રેક્ટર મહિલાઓની પાસે પહોંચ્યું, ચાલકે ટ્રેક્ટર પરથી તેનું નિયંત્રણ ગુમાવી દીધું અને તે મહિલાઓને અથડાઈને ઘણા મીટર સુધી ચાલતુ રહ્યું.

આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ તે જગ્યાએ પહોંચી હતી. લોકોએ ડ્રાઈવરને પકડ્યો હતો. બાદમાં પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. ડ્રાઈવરની ઓળખ સુખ પુત્ર ગુલજાર સિંહ તરીકે થઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post