• Home
  • News
  • ICC ટીમ ઓફ ધ યરમાં 3 ભારતીય ખેલાડીઓ:T20 ટીમમાં વિરાટ, સૂર્યા અને હાર્દિકની પસંદગી, ઓસ્ટ્રેલિયાના એક પણ ખેલાડીને જગ્યા ન મળી
post

કાઉન્સિલે મેન્સ સાથે વુમન્સ T20 ટીમ ઓફ ધ યરની પણ જાહેરાત કરી છે. આ ટીમમાં ચાર ભારતીય મહિલા ખેલાડીઓને તક મળી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 19:40:05

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ વર્ષ 2022ની ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરનું એલાન કર્યું છે. સોમવારે જાહેર કરાયેલી આ ટીમમાં ત્રણ ભારતીય ખેલાડીઓને જગ્યા મળી છે. વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના 2-2 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

ચોંકાવનારી વાત એ છે કે ઓસ્ટ્રેલિયાના એક પણ ખેલાડીને આ ટીમમાં સ્થાન મળ્યું નથી. બીજી તરફ ઝિમ્બાબ્વે-આયર્લેન્ડના એક-એક ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.

આ ટીમમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડના જોસ બટલરને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ સેમ કરન લિસ્ટમાં ઈંગ્લેન્ડનો બીજો ખેલાડી છે. પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને હારિસ રાઉફની પસંદ કરવામાં આવી છે. બાબર આઝમને જગ્યા નથી મળી. ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને આયર્લેન્ડના જોશુઆ લિટિલને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વર્ષ 2022ના પ્રદર્શનના આધારે ટીમની પસંદ
ICC
એ આ 11 પ્લેઇંગ ઈલેવનની પસંદગી 2022માં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે કરી છે.

ICC વુમન્સ T20 ટીમ ઓફ ધ યરમાં 4 ભારતીય
કાઉન્સિલે મેન્સ સાથે વુમન્સ T20 ટીમ ઓફ ધ યરની પણ જાહેરાત કરી છે. આ ટીમમાં ચાર ભારતીય મહિલા ખેલાડીઓને તક મળી છે. તેમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રિચા ઘોષ અને રેણુકા સિંહ ઠાકુરને પણ સામેલ કરવામાં આવ્યા છે. ન્યુઝીલેન્ડની સોફી ડેવાઈનને આ ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.

ICCની T20 વુમન્સ ટીમ ઓફ ધ યર
સ્મૃતિ મંધાના (ભારત), બેથ મૂની (ઓસ્ટ્રેલિયા), સોફી ડિવાઈન (ન્યુઝીલેન્ડ), એશ્લે ગાર્ડનર (ઓસ્ટ્રેલિયા), નિદા ધર (પાકિસ્તાન), દીપ્તિ શર્મા (ભારત), રિચા ઘોષ (ભારત), સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ), ઇનોકા રણવીરા (શ્રીલંકા), રેણુકા સિંહ ઠાકુર (ભારત).

 

adv

Related News

post
post
post
post
post
post
post