• Home
  • News
  • IPLમાં હૈદરાબાદે રેકોર્ડબ્રેક બેટિંગ કરતાં 287 રન ફટકાર્યા, આરસીબીનો 25 રનથી પરાજય
post

આ પહેલાં હૈદરાબાદે આ સિઝનમાં મુંબઈ સામે રેકોર્ડ તોડતાં 277 રન ફટકાર્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-16 10:36:28

બેંગાલુરુ: હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર કરનારી મેચ 25 રને જીતી લીધી હતી. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. SRH20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. RCBએ બીજા દાવમાં પણ 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા પરંતુ મેચ હારી ગઈ હતી. મેચમાં કુલ 549 રન બન્યા હતા, જે T20ના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ પહેલાં, SRH અને MI વચ્ચેની મેચમાં 523 રન બનાવ્યા હતા. SRHIPLનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો, ટીમે પોતાનો જ 19 દિવસ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 27 માર્ચે ટીમે MI સામે 277 રન બનાવ્યા હતા.

બેટ્સમેનોએ સિક્સરનો રેકોર્ડ બનાવ્યો:

SRH તરફથી ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી, તેણે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસેને 67 રન અને અબ્દુલ સમદે 37 રન બનાવ્યા હતા. લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી.RCB તરફથી દિનેશ કાર્તિકે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે 62 રન અને વિરાટ કોહલીએ 42 રનનું યોગદાન આપ્યું હતું. SRH તરફથી કેપ્ટન પેટ કમિન્સે 3 અને મયંક માર્કંડેએ 3 વિકેટ ઝડપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post