• Home
  • News
  • લખનઉ સુપર જાયન્ટ્સ માટે માઠા સમાચાર, સ્ટાર બોલર મયંક યાદવ 2 મેચમાંથી બહાર થશે
post

LSGના CEO વિનોદ બિષ્ટે ટીમના ફાસ્ટ બોલર મયંક યાદવની તબિયતને લઈને નિવેદન જાહેર કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-10 09:42:47

નવી દિલ્લી: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના CEO વિનોદ બિષ્ટે ટીમના ફાસ્ટ બોલર મયંક યાદવની તબિયતને લઈને નિવેદન જાહેર કર્યું છે. સોમવારે એક સત્તાવાર નિવેદનમાં બિષ્ટે કહ્યું કે, મયંકને પેટના નીચેના ભાગમાં હળવો દુખાવો છે. આવી સ્થિતિમાં, સાવચેતી તરીકે, તેના પર કોઈ દબાણ ન હોય, આગામી એક અઠવાડિયા સુધી તેમના કામના ભારને નિયંત્રિત કરવામાં આવશે. આશા છે કે અમે તેને જલ્દી મેદાન પર જોઈશું. LSG આ અઠવાડિયે તેમની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) સામે 12મી એપ્રિલે લખનઉમાં રમવાની છે, જ્યારે 14મી એપ્રિલે તેઓ કોલકાતામાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. આવી સ્થિતિમાં મયંક આ બંને મેચમાંથી બહાર રહી શકે છે.

મયંક ગુજરાત સામે માત્ર એક જ ઓવર નાખી શક્યો હતો
ગુજરાત સામે 7 એપ્રિલે ટીમની છેલ્લી મેચમાં મયંક એક ઓવર ફેંકી શક્યો હતો. બાદમાં તે ઈજાગ્રસ્ત થઈને મેદાનની બહાર ગયો હતો અને પછી બોલિંગ કે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો નહોતો. આ મેચમાં મયંકે 140km/hની ઝડપે બોલિંગ કરી હતી, જ્યારે છેલ્લી બે મેચમાં તેણે 150+ની ઝડપે સતત બોલિંગ કરી હતી. ગુજરાત સામેની મેચ બાદ LSGના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ કહ્યું, 'મેં મયંક સાથે વાત કરી હતી અને તે સારો લાગ્યો હતો, જે ટીમ માટે સકારાત્મક બાબત છે.'

આ સિઝનમાં મયંકે 156.7 KMPHની સ્પીડથી બોલિંગ કરી
મયંકે આ સિઝનમાં પંજાબ કિંગ્સ સામે IPLની શરૂઆત કરી હતી અને 150 કિમી પ્રતિ કલાક (KMPH)ની ઝડપ સરળતાથી પાર કરી હતી. તેની બીજી IPL મેચમાં, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 14 રન આપીને ત્રણ વિકેટ લીધી અને 156.7 kmphની ઝડપે બોલિંગ પણ કરી, જે આ સિઝનનો સૌથી ઝડપી બોલ છે. મયંકે છેલ્લી મેચમાં પંજાબની ટીમ સામે ફેંકેલા 155.8 બોલના રેકોર્ડમાં સુધારો કર્યો હતો. તેણે અત્યાર સુધી બે મેચમાં છ વિકેટ ઝડપી છે.પંજાબ અને બેંગલુરુ બંને સામેની મેચમાં મયંકને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તે લીગના ઈતિહાસમાં તેની કારકિર્દીની પ્રથમ બે મેચમાં સતત બે પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post