• Home
  • News
  • ગુજરાતમાં કોરોનાના નવા 301 કેસ, અમદાવાદમાં એક્ટિવ કેસ 800ને પાર; આઠ દર્દીઓ વેન્ટિલેટર પર
post

કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 115 કેસ નોંધાયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-27 19:55:56

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જેની સામે 149 દર્દીઓ સાજા થયા છે અને હાલ આઠ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

રાજ્યમાં કોરોનાના કુલ 1849 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1849 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 1841 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,67,864 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11053 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 115 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 115 કેસ નોંધાયા છે. 53 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મોરબીમાં નવા 27 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 31 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 42 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 25 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 22 નવા કેસ સામે આવ્યા છે. અમરેલીમાં 12 કેસ નવા નોંધાયા છે. બનાસકાંઠામાં 6 કેસ, ભરૂચમાં 6 કેસ, મહેસાણામાં 4 કસે, સુરેન્દ્રનગરમાં 3 કેસ, કચ્છમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, આણંદમાં 1 કસે, ભાવનગરમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ અને વલસાડમાં પણ 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક મહિનામાં કોરોનાથી સાતનાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. ત્યારબાદ 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું છે.

વડોદરામાં વધુ 16 કેસ નોંધાયા, 5 દર્દી ઓક્સિજન પર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,034 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 7 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,413 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 68 ઉપર પહોંચ્યો છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
વડોદરા શહેરના આકોટા, ગોત્રી, દિવાળીપુરા, આટલાદરા, ગોકુલનગર, રામદેવનગર બાપોદ એકતાનગર, તરસાલી, અને માંજલપુર વિસ્તારમાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. કુલ 503 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 16 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 77 કેસ પૈકી 72 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 5 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ પાંચેય દર્દી ઓક્સિજન છે. જ્યારે 64 લોકો હોમ ક્વોરન્ટીન છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post