• Home
  • News
  • દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં
post

યુએનથી માન્યતા પ્રાપ્ત 247માંથી 215 દેશોમાં પહોંચી ચૂક્યો છે કોરોનાનો ચેપ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-01 10:57:28

વૉશિંગ્ટન: દુનિયામાં 32 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત તથા 2.23 લાખથી વધુ લોકો મૃત્યુ પામવા છતાં 32 દેશ એવા છે જ્યાં કોરોના વાઈરસ પ્રવેશી શક્યો જ નથી. ત્યાં કોરોનાનો એક પણ કેસ મળ્યો નથી. જોકે ઉ.કોરિયા પર શંકા હોઈ શકે. 29 એપ્રિલ સુધીની સ્થિતિમાં 247 દેશોમાંથી 215માં કોરોના ફેલાઈ ચૂક્યો હતો. તાજેતરનું  નામ તાઝાકિસ્તાનનું છે જ્યાં ગુરુવારે પ્રથમ કેસ સામે આવ્યો હતો. 
5
ક્ષેત્રોના આ દેશોમાં એક પણ કેસ નહીં 
એશિયા : ઉત્તર કોરિયા, તુર્કમેનિસ્તાન.
યુરોપ : એલાન્ડ, સ્વાલબાર્ડ એન્ડ જેન મેયન આઈલેન્ડ.
લેટિન અમેરિકા : બાઉવેટ આઈલેન્ડ, સાઉથ જ્યોર્જિયા એન્ડ સાઉથ સેન્ડવિચ આઇલેન્ડ
આફ્રિકા : કોમોરોસ, લીસોથો, સેન્ટ હેલેના, બ્રિટિશ-ઈન્ડિયન ઓશિયન ટેરીટરી, ફ્રેન્ચ ટેરીટરી.
ઓશિનિયા : કિરિબાતી, નોરુ, પલાઉ, સમોઆ, સોલોમન આઇલેન્ડ, તોકલાઉ, અમેરિકન સમોઆ, ક્રિસમસ આઈલેન્ડ, કોકોસ આઈલેન્ડ, ટોંગા, તુવાલુ, વનુઆતુ, નિયુ, યુએસ માઈનર આઉટલાઈન આઇલેન્ડ, કુક આઈલેન્ડ, હર્ટ એન્ડ મેક્ડોનાલ્ડ આઇલેન્ડ, વોલિસ એન્ડ ફ્યૂટુના, માર્શલ આઈલેન્ડ, પિટકેયર્ન, માઈક્રોનેશિયા, નોર્ફોલ્ક આઈલેન્ડ.
5 દેશોએ ચેપને સંપૂર્ણપણે ખતમ કર્યો
અંગુલા, ગ્રીનલેન્ડ, કેરેબિયન આઈલેન્ડ, સેન્ટ બાર્ટ્સ એન્ડ સેન્ટ લુસિયા તથા યમન.

adv

Related News

post
post
post
post
post
post
post