• Home
  • News
  • અત્યારસુધી 2.50 લાખ મોત: જર્મનીમાં સંક્રમણનો આંકડો 10 ગણો વધારે હોવાની આશંકા: વુહાન અને દ. કોરિયામાં શાળાઓ ફરી ખુલશે
post

ચીનમાં સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના જણાવ્યા મુજબ, પર્યટકોના કારણે ત્રણ દિવસમાં લગભગ 37 હજાર કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ થઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 11:51:41

વોશિંગ્ટન: વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યારસુધી 2 લાખ 50 હજાર 073 લોકોના મોત થયા છે. 36 લાખ 4 હજાર 248 સંક્રમિત છે જ્યારે 11 લાખ 69 હજાર 405 સ્વસ્થ થઇ ચૂક્યા છે. એક રિપોર્ટ પ્રમાણે જર્મનીમાં કુલ સંક્રમિતોનો આંકડો 10 ગણો વધારે હોઇ શકે છે. બોન યુનિવર્સિટીના રિસર્ચર પ્રમાણે દૂરના વિસ્તારોમાં હજુ સુધી ટેસ્ટિંગ યોગ્ય રીતે થઇ નથી.  બીજી તરફ ચીનના વુહાન શહેર સિવાય દ. કોરિયામાં પણ અમુક શાળાઓ ફરી ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

ઇટલીમાં લગભગ  બે મહિના બાદ લોકડાઉનમાં થોડી રાહત કરવામાં આવી છે. અહીં 10 માર્ચથી લોકડાઉન છે. PM ગિઉસેપ કોંજેએ કહ્યું કે સંક્રમણને જોતા આગળ નિર્ણય લેવામાં આવશે.  બીજી તરફ રશિયામાં એક દિવસમાં 10 હજાર 581 નવા કેસ મળ્યા છે. અહીં અત્યારે કુલ એક લાખ 45 હજાર 268 લોકો સંક્રમિત થયા છે. 

બ્રાઝીલમાં સંક્રમણના કેસ એક લાખને વટાવી ગયા છે. મરનારાઓની સંખ્યા 7025 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં 4588 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે અને 275 લોકોના મોત થયા છે. જ્યારે ચીનમાં મેની રજાઓ દરમિયાન 8.5 કરોડ લોકો ફરવા નીકળ્યા છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલયના જણાવ્યા મુજબ તેનાથી 37 હજાર કરોડ રૂપિયા(4.9 બિલિયન ડોલર)ની રેવન્યુ જનરેટ થઈ છે. 

સ્પેનમાં લોકોને માસ્ક આપવામાં  આવી રહ્યા છે

સ્પેનમાં લોકડાઉન બાદ જાહેર પરિવહન સેવા શરૂ થઈ છે.આ સંજોગોમાં અધિકારીઓ આવતા-જતા તમામ લોકોને માસ્ક આપી રહ્યા છે. જે લોકો માસ્ક લગાવવામાં આવ્યા છે તેમને પણ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરતી વખતે માસ્ક આપવામાં આવી રહ્યા છે. રશિયામાં એક જ દિવસમાં 10 હજાર 581 નવા કેસ મળ્યા છે. અહીં હવે કુલ એક લાખ 45 હજાર 268 દર્દી છે. અત્યાર સુધીમાં 1356 લોકોના મોત થયા છે.
અમેરિકાઃ એક દિવસમાં 1450 મોત

અમેરિકામાં 24 કલાકમાં 1450 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં મરનારાઓની સંખ્યા 68 હજાર 598 થઈ ગઈ છે. જ્યારે 11 લાખ 88 હજાર 122 લોકો સંક્રમિત છે. દેશના સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્કમાં 24 હજાર 648 લોકોના મોત થયા છે. જ્યારે ત્રણ લાખ 23 હજાર 883 સંક્રમિત છે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફોક્સ ન્યુઝના ઈન્ટરવ્યુમાં દાવો કર્યો કે વર્ષના અંત સુધીમાં અમે વેક્સીન બનાવી લઈશું. આ દરમિયાન તેમણે વાઈરસને લઈને ડેમોક્રેટ્સની પ્રતિક્રિયાની નીંદા કરી છે. તેમણે કહ્યું કે તેઓ મુદ્દાનું રાજકારણ કરી રહ્યાં છે.

ઈટલીઃ સોમવારથી કેટલાક પ્રતિબંધોમાં ઢીલ

ઈટલીએ જાહેરાત કરી છે કે તે સોમવારથી કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપશે. અહીં સંક્રમણના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકારે અંતિમ સંસ્કારમાં 15 લોકોને જવાની છૂટ આપી છે. અહીં અમેરિકા બાદ સૌથી વધુ 28 હજાર 884 લોકોના મોત થયા છે, જ્યારે બે લાખ 10 હજાર 717 લોકો સંક્રમિત છે.

 

ન્યુઝીલેન્ડઃ 7 સપ્તાહ બાદ એક પણ નવો કેસ આવ્યો નથી

ન્યુઝીલેન્ડના સ્વાસ્થ્ય ડાયરેક્ટર ડો. એશલે બ્લૂમફીલ્ડના જણાવ્યા અનુસાર અહીં એક દિવસમાં કોઈ પણ નવો કેસ મળ્યો નથી. 25 માર્ચથી અહીં લોકડાઉન છે, ત્યારથી પ્રથમ વખત એવું બન્યું છે કે સંક્રમણનો કોઈ કેસ મળ્યો નથી. અહીં અત્યાર સુધીમાં 1487 કેસ મળ્યા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં અહીં 1276 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આ પહેલા 16 માર્ચે અહીં એક પણ નવો કેસ મળ્યો ન હતો. ગત મંગળવારે દેશમાં લોકડાઉનનું લેવલ 4માંથી 3 કરવામાં આવ્યું. પીએમ જેસિંડા અર્ડનના જણાવ્યા મુજબ, હવે ચાર લાખ લોકો કામે જઈ રહ્યાં છે.

બ્રાઝીલઃ સંક્રમણના કેસ 1 લાખને વટાવી ગયા

બ્રાઝીલમાં સંક્રમણના મામલા એક લાખને વટાવી ગયા છે. મરનારાઓની સંખ્યા 7025 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાકમાં 4588 નવા કેસ મળ્યા અને 275 લોકોના મોત થયા છે. રિયો ડી જેનેરિયોમાં મોટા પ્રમાણમાં લોકોએ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થનમાં રેલી કાઢી અને જિલ્લા પ્રશાસનની વાઈરસ સામે લડાવાના પ્રયત્નોની નીંદા કરી. રિયો ડી જેનેરિયાના ગવર્નર વિલ્સન વિટ્જેલે બોલ્સોનારોના માર્ચની નીંદા કરતા કહ્યું ટ્વિટ કર્યું કે રાષ્ટ્રતિએ આવા સમયમાં દેખાવમાં ભાગ લઈને એક ખરાબ ઉદાહરણ રજૂ કરી રહ્યાં છે, જ્યારે સ્થાનિક અધિકારીઓ વાઈરસ ફેલાતો રોકવા માટે લોકોને આઈસોલેશન માટે કહી રહ્યાં હતા.

જાપાનઃ પીએમ આબે આજે ઈમરજન્સી વધારી શકે છે

જાપાનમાં સંક્રમણના મામલાઓ સતત વધી રહ્યાં છે. દેશમાં સંક્રમણના અત્યાર સુધીમાં 14 હજાર 877 દર્દીઓ થઈ ગયા છે, જ્યારે 487 લોકોના મોત થયા છે. પીએમ શિંજો આબે 31 મે સુધી ઈમરજન્સી વધારે તેવી શકયતા છે.


પાકિસ્તાનઃ સંક્રમિતોની સંખ્યા 20 હજારને વટાવી ગઈ

પાકિસ્તાનમાં લોકડાઉન છતા સતત છઠ્ઠા સપ્તાહમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. અહીં સંક્રમણનો આંકડો 20 હજારને વટાવી ગયો છે અને 457 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, પૂર્વ પંજાબ પ્રાંતમાં કોરોનાના 7494 મામલાઓની પુષ્ટિ થઈ છે. દક્ષિણ સિંધ પ્રાંતમાં 7465, ઉતર પશ્ચિમ ખૈબર પખ્તૂનખામાં 3129, દક્ષિણ પશ્ચિમ બલૂચિસ્તાનમાં 1172 અને ઈસ્લામાબાદમાં 393 કેસ મળ્યા છે. 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે અને 981 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 


ઈઝરાયલઃ 16,208 સંક્રમિત

ઈઝરાયલમાં 15 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધી 16 હજાર 208 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રવિવારે બે લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 232 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે દેશમાં વાઈરસના મામલામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે 30 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા હતા અને બે લોકોના મોત થયા હતા. 

જર્મનીઃ સંક્રમણના 679 નવા મામલા મળ્યા

જર્મનીમાં 24 કલાકમાં 679 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. જે 12 માર્ચ બાદ સૌથી ઓછા છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 63 હજાર 175 થઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 6692 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે 1 લાખ 32 હજાર 700 દર્દીઓ સાજા થઈ ગયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post