• Home
  • News
  • ઈતિહાસમાં આજે:37 વર્ષ અગાઉ બિલ ગેટ્સે રજૂ કર્યુ વિન્ડોઝ, જેણે તેમને બનાવ્યા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ
post

આજે જો બિલ ગેટ્સ દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ છે તો તેનું એક મોટું કારણ વિન્ડોઝ જ છે, જે સમગ્ર દુનિયામાં પર્સનલ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમનો પર્યાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 10:44:05

આજે દુનિયાભરના ત્રણ-ચતુર્થાંશ એટલે કે 77%થી વધુ લેપટોપ્સ અને પર્સનલ કમ્પ્યુટર માઈક્રોસોફ્ટના વિન્ડોઝ પર ચાલી રહ્યા છે. દરેક પસાર થતા દિવસ સાથે નવી એપ્લિકેશન્સ સામેલ થઈ રહી છે. ક્ષમતા વધી રહી છે અને હાર્ડવેર પણ એ જ ઝડપથી અપગ્રેડ થઈ રહ્યા છે. આ ઈવોલ્યુશનમાં આજની તારીખ ઘણી મહત્વની છે કેમકે માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે 28 વર્ષની વયમાં 10 નવેમ્બર 1983ના રોજ પ્રથમવાર વિન્ડોઝ લોન્ચ કર્યુ હતું. આજે વિન્ડોઝ લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. જે કામ આજે આપણે પોતાના કમ્પ્યુટર પર કરી રહ્યા છીએ, તેના વિથે કોઈએ કલ્પના પણ કરી નહોતી. આ બિલ ગેટ્સની અને માઈક્રોસોફ્ટની પ્રથમ યુઝર-ફ્રેન્ડલી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 1.0ની કહાની છે. તેના વિના ડેસ્કટોપ કમ્પ્યુટરનું એ મહત્વ જરાપણ ન હોત, જે આજે આપણા માટે છે. માઈક્રોસોફ્ટના સ્થાપક ગેટ્સે 10 નવેમ્બર, 1983ના રોજ ન્યુયોર્ક સિટીમાં પોશ ઈવેન્ટ રાખી હતી. તેનું મુખ્ય આકર્ષણ એક ઓપરેટિંગ સિસ્ટમ હતી, જે સિમ્પલ અને ઈન્ટ્યુટિવ ગ્રાફિકલ યુઝર ઈન્ટરફેસ સાથે આવી હતી. એ સમય સુધી કમાન્ડ આધારિત એમએસ-ડોસ પર કમ્પ્યુટર કામ કરતા હતા. વિન્ડોઝમાં ડ્રોપડાઉન મેન્યુ, ટાઈલ્ડ વિન્ડોઝ, માઉસ સપોર્ટ અને અનેક એપ્સની સાથે મલ્ટીટાસ્કિંગ સંભવ હતું. આ પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ હતી, જેને ચલાવવા માટે પ્રોપર ટ્રેનિંગની જરૂર નહોતી.

આ ઓપરેટિંગ સિસ્ટમનું નામ શું હોય? બિલ ગેટ્સ તેને ઈન્ટરફેસ મેનેજર નામ આપવા માગતા હતા. ત્યારે માઈક્રોસોફ્ટના માર્કેટિંગ અધિકારી રોલેન્ડ હેન્સને વિન્ડોઝ નામ આપ્યું. ગેટ્સે વિન્ડોઝ 1.0ના લોન્ચ પર કહ્યું હતું, ‘વિન્ડોઝ યુઝર્સને અભૂતપૂર્વ તાકાત આપશે. આ આગામી કેટલાક વર્ષો માટે હાર્ડવેર અને સોફ્ટવેર ડેવલપમેન્ટનો પાયો નાખી રહ્યું છે.

એ વાત અલગ છે કે લોન્ચથી માર્કેટમાં સૌને ઉપલબ્ધ થવામાં વિન્ડોઝ 1.0ને બે વર્ષ લાગ્યા અને 20 નવેમ્બર 1985ના રોજ એ લોકોને મળી શકી.

વિન્ડોઝ 1.0 પછી, વિન્ડોઝ 2.0 (1987), વિન્ડોઝ 3.0 (1990), વિન્ડોઝ 3.1 (1992), વિન્ડોઝ 95 (1995), વિન્ડોઝ 98(1998), વિન્ડોઝ 2000 (2000), વિન્ડોઝ એક્સપી (2001), વિન્ડોઝ વિસ્ટા(2007), વિન્ડોઝ 7, (2009), વિન્ડોઝ 8 (2012), વિન્ડોઝ 10 (2015) આવ્યું.

આજે જો બિલ ગેટ્સ દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ છે તો તેનું એક મોટું કારણ વિન્ડોઝ જ છે, જે સમગ્ર દુનિયામાં પર્સનલ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમનો પર્યાય છે.

1903માં થઈ વિન્ડશીલ્ડ વાઈપરની પેટન્ટ

અમેરિકન પેટન્ટ ઓફિસે મેરી એન્ડરસનને ઓટોમેટિક વિન્ડશીલ્ડ વાઈપર્સની પેટન્ટ આપી. આ એવું ડિવાઈસ છે જે આજે ઓટોમોબાઈલ્સમાં ફ્રન્ટ અને બેક વિન્ડશીલ્ડને સાફ રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. મેરી એક ટ્રોલી કારથી સફર કરી રહ્યા હતા, ત્યારે બરફવર્ષા એટલી જોરદાર હતી કે ડ્રાઈવરને વિન્ડો ખોલીને ડ્રાઈવ કરવું પડતું હતું. અનેકવાર તેણે ટ્રોલી રોકવી પડી કે જેથી વિન્ડશીલ્ડ સાફ કરી શકે. ત્યારે મેરીએ હેન્ડ ઓપરેટેડ ડિવાઈસ બનાવ્યું. જેનું લિવર ડ્રાઈવર પાસે હતું. રબરનું વાઈપર ઉપરથી વિન્ડશીલ્ડને સાફ કરતું હતું. ભારત તથા દુનિયાના ઈતિહાસમાં 10 નવેમ્બરે બનેલી મુખ્ય ઘટનાઓ આ પ્રકારે છે-

·         1785ઃ હોલેન્ડ અને ફ્રાન્સે સંધિ પર હસ્તાક્ષર કર્યા

·         1793ઃ ફ્રાંસમાં જબરદસ્તી ઈશ્વરની પૂજા કરાવવાનો નિયમ રદ થયો.

·         1885ઃ ગોટલિએબ દેમલેરે દુનિયાની પ્રથમ મોટરસાઈકલ રજૂ કરી.

·         1986ઃ બાંગ્લાદેશમાં બંધારણ ફરી લાગુ કરવામાં આવ્યું.

·         1989ઃ જર્મનીના લોકોએ બર્લિન વોલને તોડવાનું શરૂ કર્યુ.

·         1990ઃ ચંદ્રશેખરે ભારતના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા.

·         1991ઃ ભારતે વિશ્વ કેરમ ચેમ્પિયનશીપમાં ટીમ પુરસ્કાર પોતાના નામે કર્યો.

·         1997ઃ ચીન-રશિયા ઘોષણા પત્રથી બંને દેશો વચ્ચે સીમાંકન વિવાદ સમાપ્ત.

·         2001ઃ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી.

·         2014ઃ સુપ્રીમ કોર્ટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓનાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરવા પર લાગેલો પ્રતિબંધ હટાવ્યો.

adv

Related News

post
post
post
post
post
post
post