• Home
  • News
  • 92 દિવસ બાદ સાજા થઈને પરત ફરેલા સ્ટીવ વ્હાઈટ કહે છે,- લડવાનું બંધ ન કરો, કોરોનાને હરાવી શકાય છે
post

બ્રિટનનાં સ્ટીવ વ્હાઈટને 19 માર્ચે દાખલ કરવામાં આવ્યો હતો અને 18 જૂને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 11:19:09

બ્રિટનનાં સ્ટીવ વ્હાઈટ સૌથી લાંબા સમય સુધી કોરોનાને લડત આપનાર સર્વાઈવર બની ગયા છે. તેઓ 92 દિવસ બાદ હોસ્પિટલથી પરત ફર્યા. સ્ટીવ વ્યવસાયે એક ડાન્સર છે, જેમને હિયરફોર્ડ કાઉન્ટી હોસ્પિટલમાં 19 માર્ચે દાખલ કરવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ તેમને 18 જૂને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સ્ટીવના જીવિત રહેવાની સંભાવના માત્ર 1 ટકા હતી. પરિવાર સતત ડોક્ટરને વેન્ટિલેટર પર રાખવા માટે આગ્રાહ કરતો હતો. કોરોના સામે લડ્યા બાદ આખરે સ્ટીવે વાઈરસને માત આપી દીધી. 

ડોક્ટરે કહ્યું હતુ કે, થોડા કલાકના મહેમાન છે સ્ટીવ
56
વર્ષના સ્ટીવ બે બાળકોના પિતા છે અને બ્રિટનમાં તેમની ઘણી ચર્ચા થઈ રહી છે. સ્ટીવ કહે છે કે, મારો કેસ તે લોકો માટે આશાની કિરણની છે જે કોરોનાનો સામનો કરી રહ્યા છે. હું તેમને માત્ર એટલું જ કહી શકું કે લડવાનું બંધ ન કરો. સ્ટીવને 19 માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એપ્રિલમાં ડોક્ટરે પરિવારને કહ્યું હતું કે, સ્ટીવ થોડા કલાકના મહેમાન છે કેમ કે તેઓ કોમામાં જતા રહ્યા છે. 

67 દિવસ આઈસીયુમાં વીતાવ્યા
સ્ટીવ કહે છે કે, ડોક્ટરે તેમના પ્રયત્નો ચાલું રાખ્યા. મેં મારી જાતને તેમના હવાલે કરી દીધી હતી. કોરોનાથી સાજા થયા બાદ હોસ્પિટલનો સ્ટાફ તે ઘટનાને અદ્ભુત ગણાવી રહ્યો હતો અને મને હીરોના નામથી બોલાવી રહ્યો હતો. ફિઝિયોથેરેપી અને ચાલવાની પ્રેક્ટિસથી પહેલાં મેં 67 દિવસ તો ફક્ત આઈસીયુમાં પસાર કર્યા. વેન્ટિલેટર પર લાંબો સમય વિતાવ્યો હતો જ્યાં કોરોનાથી પીડાતા બે તૃતીયાંશ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 

કોમામાંથી સાજા થયા પછી અવાજ નહોતો નીકળી શકતો 
સ્ટીવ કહે છે કે, વેન્ટિલેટર પર 34 દિવસ બાદ હું કોમામાં હતો. જ્યારે પાછો હું હોશમાં આવ્યો તો અનુભવ ડરામણો હતો કેમ કે, મને કંઈપણ યાદ નહોતું. ગળામાં ટ્રેકિયોસ્ટોમી (ગળામાં ચીરો કરીને ઓક્સિજન આપવુ)ના કારણે અવાજ નહોતો નીકળી શકતો. હોસ્પિટલનો સ્ટાફ મને શાંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

પુત્રીના ફોન કોલ બાદ શરીરમાં ઈમ્પ્રૂવમેન્ટ જોવા મળી
પુત્ર કેલમના અનુસાર, ડોક્ટર્સનું કહેવું હતુ કે, , જેમ જેમ દિવસો વધી રહ્યા હતા બચવાની આશા ઓછી થઈ રહી હતી. તેમનું કહેવું હતું કે, બચવાની સંભાવના 1 ટકા છે. અમે તેમને ખોવા નહોતા માગતા. પરંતુ સૌથી યાદગાર ક્ષણ તે હતી જ્યારે બહેને પપ્પાને કોલ કરીને તેમનું ફેવરિટ ગીત સંભળાવ્યું અને કહ્યું મિસિંગ યુ. આ શબ્દોએ 24 દિવસ બાદ શરીરમાં ઈમ્પ્રૂવમેન્ટ જોવા મળ્યું. 

adv

Related News

post
post
post
post
post
post
post