• Home
  • News
  • ભારતનો 60 ચો.કિમી વિસ્તાર ચીનના કબજા હેઠળ છેઃ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ
post

લેહમાં તહેનાત 14મી કોરના કમાન્ડર લે.જનરલ હરિન્દરસિંહ ભારત વતી ચીન સાથે મંત્રણામાં સામેલ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:25:37

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખમાં જારી ગતિરોધને ખતમ કરવા શનિવારે આગામી તબક્કાની મંત્રણા યોજાશે. તેના પહેલાં નિવૃત્ત લે.જનરલ એચ.એસ. પનાગે દાવો કર્યો કે મંત્રણામાં ચીનનું પલ્લું ભારે રહેશે કેમ કે તેણે પૂર્વ લદાખના 3 વિસ્તારોમાં ભારતના 40થી 60 ચો.કિમી વિસ્તારમાં ઘૂસણખોરી કરી લીધી છે. તે ભારત સામે એવી શરતો મૂકશે કે જેને સ્વીકારવી સરળ નહીં હોય. તેમણે ચેતવણી આપી કે ભારતે શરતો ન માની તો ચીન મર્યાદિત યુદ્ધ છંછેડી શકે છે. જોકે એક વેબસાઇટ પર પ્રકાશિત તેમના લેખને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શેર કરતાં લખ્યું કે બધા દેશભક્ત જનરલ પનાગનો આર્ટિકલ જરૂરથી વાંચે. 

ચશૂલમાં આજે મંત્રણા, હાલ કોઈ મજબૂત પરિણામની આશા નથી 
લેહમાં તહેનાત 14મી કોરના કમાન્ડર લે.જનરલ હરિન્દરસિંહ ભારત વતી ચીન સાથે મંત્રણામાં સામેલ થશે. ચીન તરફથી તિબેટ મિલિટરી ડિસ્ટ્રિક્ટના કમાન્ડર આવશે. સવારના આશરે 8 વાગ્યે ચશૂલમાં બેઠક શરૂ થશે. સૂત્રો મુજબ ભારતને તેનાથી કોઈ મજબૂત પરિણામ મળવાની આશા નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post