• Home
  • News
  • અભિનેત્રી પૂનમ પાંડે વિરુદ્ધ લોકડાઉનનો ભંગ કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો
post

૨૦૧૧માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ જીતશે તો પોતે જાહેરમાં નગ્ન થશે એવી ઘોષણા કરીને ખળભળાટ મચાવી દીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-12 09:31:13

મુંબઈ: હંમેશાં ચર્ચામાં રહેતી મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે વિરુદ્ધ લોકડાઉનનો ભંગ કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંચારબંધી લાગુ કરવામાં આવ્યો હોવા છતાં મુંબઈના રસ્તાઓ પર અનેક જણ કામ અને કારણ વિના રખડતા દેખાય છે. આ જ રીતે કારણ વિના રસ્તા પર રખડતી પૂનમ પાંડે પર લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રવિવારે રાત્રે મરીન લાઈન્સ ખાતે નાકાબંધીમાં પૂનમ પાંડે અને તેનો ફ્રેન્ડ સેમ અહમદ બીએમડબ્લ્યુ કારમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યાં હતાં.પોલીસે એની પૂછપરછ કરતાં યોગ્ય જવાબ આપી શકી નહોતી. આથી બંને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે એની કાર પણ કબજામાં લીધી હતી. આ પછી પોલીસે તેને નોટિસ બજાવીને ચેતવણી આપીને છોડી દીધી.પૂનમ પાંડે કોઈ ને કોઈ કારણસર હંમેશાં ચર્ચામાં રહે છે. લોકડાઉનના સમયમાં એ પોતાના બોલ્ડ ફોટોગ્રાફ્ઝ, વિડિયો સોશિયલ મિડિયા એકાઉન્ટ્સમાં પોસ્ટ કરે છે. ૨૦૧૧માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ જીતશે તો પોતે જાહેરમાં નગ્ન થશે એવી ઘોષણા કરીને ખળભળાટ મચાવી દીધો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post