• Home
  • News
  • IPLની ફાઈનલ પહેલા CSKને મોટો ઝટકો, દિગ્ગજ પ્લેયરે અચાનક સંન્યાસની કરી જાહેરાત
post

બે મહાન ટીમ મુંબઈ અને સીએસકે માટે રમ્યો. 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. અને આશા છે કે આજ રાત્રે છઠ્ઠી મેચ જીતીશ: રાયડુ

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-29 18:39:54

ઈન્ડિયન પ્રિમિયમ લીગના IPL 2023 નો આજે 29 મે ના રોજ ફાઈનલ મુકાબલો ચેન્નઈ સપર કિંગ (CSK)અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે થવા જઈ રહ્યો છે પરંતુ તે શરુ થાય તે પહેલા ચેન્નઈ સુપર લીગના સુપર સ્ટાર પ્લેયર અંબાતિ રાયડુએ એક મોટી જાહેરાત કરી છે. તેણે આઈપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ ફાઈનલ મેચ રમાશે તો આ તેની છેલ્લી મેચ હશે. 

રાયડુએ આ જાણકારી તેની ઓફિસિયલ ટ્વીટર એકાઇન્ટ પર ટ્વીટ કરીને આપી છે. તેણે લખ્યુ છે કે, "બે મહાન ટીમ મુંબઈ અને સીએસકે માટે રમ્યો. 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. અને આશા છે કે આજ રાતે છઠ્ઠી મેચ જીતીશ."

હવે સંન્યાસના નિર્ણયથી યુ-ટર્ન નહી લે રાયડુ

37 વર્ષીય રાયડુએ આગળ લખ્યું છે કે, "આ ઘણો લાંબી સફર રહી છે, મેં નિર્ણય કર્યો છે કે આજ રાતની ફાઈનલ આઈપીએલમાં મારી છેલ્લી મેચ હશે, મને ખરેખર આ વિશેષ ટુર્નામેન્ટમાં રમવાની ઘણી મજા આવી છે. આપ દરેકનો આભાર માનુ છુ. હવે કોઈ યુ-ટર્ન નહી. "

રાયડુએ અત્યાર સુધી  203 IPL મેચ રમી છે

અંબાતી રાયડુએ આજની ફાઈનલ મેચ પહેલા આઈપીએલની 203 મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન રાયડુએ 28.29ની એવરેજથી 4320 રન બનાવ્યા છે. અને તેમા તેણે 22 અડધી સદી અને 1 સદી ફટકારી હતી.  જોકે, આઈપીએલ 2023ની સિઝન રાયડુ માટે કોઈ ખાસ રહી નથી, તેણે 15 મેચમાં 15.44ની એવરેજ સાથે માત્ર 139 રન જ બનાવી શક્યો છે. IPL 2023 માં રાયડુને મોટાભાગની મેચોમાં સારા ખેલાડી તરીકે ઉપયોગ કરાયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post