• Home
  • News
  • પેસેન્જર ભરેલી છકડોરિક્ષા પુલ પરથી નીચે ખાબકી:દ્વારકાના રોજીવાળા પાસે અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત, 8 ઈજાગ્રસ્તને જામનગર-ખંભાળિયા રિફર કરાયા
post

ભાણવડ તાલુકાના જામરોજીવાળા પાસેના અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને 108ની મારફત જામનગર તથા ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-06 16:16:04

દ્વારકા ખંભાળિયા: જામનગર જિલ્લાના જામજોધપુરના ​​​​​​ધ્રાફા ગામેથી છકડોરિક્ષા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામરોજીવાળા ગામે જતા સમયે પુલ પરથી નીચે ખાબકી હતી. એક ડઝન પેસેન્જર ભરેલી રિક્ષા પુલ પરથી નીચે ખાબકતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે અને અન્ય 8 જેટલા લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તને હાલ જામનગર અને ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

રોડ મોતની ચિચિયારીઓથી ગૂંજી ઊઠ્યો
આ અંગેની મળતી માહિતી મુજબ, બપોરના સમયે જામનગર જિલ્લાના જામજોધપુરના ​​​​​​ ધ્રાફા ગામેથી છકડોરિક્ષા ડઝન જેટલા પેસેન્જરો ભરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામરોજીવાળા ગામે જઈ રહ્યો હતો. ત્યારે રોજીવાળા પાસેની નદી પરના બ્રિજ પરથી અચાનક જ છકડો રિક્ષા પુલની દીવાલ તોડી ધડામ કરતી 25 ફૂટ નીચે પડી હતી. છકડોરિક્ષા પુલ પરથી નીચે ખબકતાં રોડ મોતની ચિચિયારીઓથી ગૂંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં 3 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને 8 જેટલા પેસેન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઈજાગ્રસ્તોને જામનગર-ખંભાળિયા રિફર કર્યા
ભાણવડ તાલુકાના જામરોજીવાળા પાસેના અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને 108ની મારફત જામનગર તથા ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસે પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 

adv

Related News

post
post
post
post
post
post
post