• Home
  • News
  • 10 વખત 425+નો સ્કોર બન્યો, જેમાં 6 વખત પંજાબની ટીમ સામેલ રહી
post

ત્રીજી વખત બેટ્સમેને ચોગ્ગા માર્યા વગર 7 છગ્ગા ફટકાર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 10:39:09

રવિવારે રાત્રે રમાયેલી કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સની મેચમાં કુલ 449 રન બન્યા હતા. પંજાબે 223, જ્યારે રાજસ્થાને 226 રન બનાવ્યા હતા. આ આઈપીએલની એક મેચમાં ચોથો મોટો સ્કોર છે. રાજસ્થાને સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો. જોકે મેચમાં સૌથી વધુ રનને રેકોર્ડ તુટ્યો નહીં. સૌથી વધુ 469 રન 2010માં ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે થયેલી મેચમાં બન્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી 10 વખત 425+નો સ્કોર બન્યો છે. જેમાં પંજાબની ટીમ સૌથી વધુ 6 વખત સામેલ રહી છે.

રાજસ્થાને છેલ્લી 5 ઓવરમાં 86 રન બનાવ્યા
રાજસ્થાને લક્ષ્યનો પીછો કરતા પંજાબ વિરુદ્ધ છેલ્લી 5 ઓવરમાં 86 રન બનાવ્યા. જે ઓવરઓલ ટી20 લીગમાં લક્ષ્યનો પીજો કરતા બીજો મોટો સ્કોર છે. કેરેબિયન પ્રીમિયર લીગમાં 2018માં ત્રિનબાગો નાઈટરાઈડર્સે સેન્ટ લૂસિયા સ્ટાર વિરુદ્ધ લક્ષ્યનો પીછો કરતા છેલ્લી 5 ઓવરમાં 90 રન બનાવી જીત મેળવી હતી.

ત્રીજી વખત બેટ્સમેને ચોગ્ગા માર્યા વગર 7 છગ્ગા ફટકાર્યા
તેવટિયાએ ઈનિંગ્સ દરમિયાન 7 છગ્ગા ફટકાર્યા, પરંતુ એક પણ ચોગ્ગ ફટકાર્યો નથી. આઈપીએલમાં આ ચોગ્ગા વગર સૌથી વધુ છગ્ગો મારવાના રેકોર્ડની બરાબરી છે. 2017માં મુંબઈના નીતીશ રાણા અને દિલ્હીના સંજુ સેમસને આ સિદ્ધિ મેળવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post