• Home
  • News
  • Corona Vaccine ના એક ડોઝને લીધે મહિલા રાતોરાત બની ગઈ કરોડપતિ
post

અમેરિકા (America) ના ઓહિયોમાં કોરોના રસી (Corona Vaccine) ના કારણે એક 22 વર્ષની મહિલા કરોડો રૂપિયા જીતી ગઈ. આ મહિલાને સરકાર દ્વારા રસીકરણને પ્રમોટ કરવા માટે શરૂ કરાયેલી લોટરી યોજનાના ફર્સ્ટ વિનર તરીકે પસંદ કરાઈ. એટલું જ નહીં એક 14 વર્ષના સગીરને ફૂલ સ્કોલરશીપ પણ અપાઈ. એટલે કે તેણે તેના સમગ્ર કોલેજ અભ્યાસ દરમિયાન ફી પર એક રૂપિયા ખર્ચ કરવો પડશે નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-28 11:27:52

વોશિંગ્ટન: અમેરિકા (America) ના ઓહિયોમાં કોરોના રસી (Corona Vaccine) ના કારણે એક 22 વર્ષની મહિલા કરોડો રૂપિયા જીતી ગઈ. આ મહિલાને સરકાર દ્વારા રસીકરણને પ્રમોટ કરવા માટે શરૂ કરાયેલી લોટરી યોજનાના ફર્સ્ટ વિનર તરીકે પસંદ કરાઈ. એટલું જ નહીં એક 14 વર્ષના સગીરને ફૂલ સ્કોલરશીપ પણ અપાઈ. એટલે કે તેણે તેના સમગ્ર કોલેજ અભ્યાસ દરમિયાન ફી પર એક રૂપિયા ખર્ચ કરવો પડશે નહીં. 

આ માટે શરૂ થઈ હતી યોજના
રસીકરણ (Vaccination) પ્રત્યે લોકોમાં જાગૃતતા પેદા કરવા માટે સરકારે હાલમાં જ આ યોજના શરૂ કરી હતી. જે હેઠળ પહેલા પુરસ્કાર વિજેતાઓની જાહેરાત ગુરુવારે કરાઈ. ઓહિયોના ગવર્નર માઈક ડીવાઈને જણાવ્યું કે ફર્સ્ટ ઈનામ જીતનારી 22 વર્ષનવી મહિલાને એક મિલિયન ડોલર (લગભગ સાડા સાત કરોડ રૂપિયા) મળશે. તેણે હાલમાં રસીનો એક ડોઝ લીધો છે. 

વિનરને વિશ્વાસ જ નથી થતો
રાતોરાત કરોડો રૂપિયા જીતી જનારી  Abbigail Bugenske ને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે તેને રસીનો એક ડોઝ આટલો માલામાલ કરી શકે છે. તેણે કહ્યું કે જ્યારે મને ઈનામ જીતવા અંગે જાણ થઈ તે વખતે હું એક જૂની કાર ખરીદવા જઈ રહી હતી. પરંતુ હવે હું નવી કાર ખરીદી શકું છું. જ્યારે સ્કોલરશીપ જીતનારા છોકરાના માતા પિતા પણ સરકારની આ યોજનાથી ખુબ ખુશ છે. 

આ રીતે થાય છે વિનરની પસંદગી
આ યોજનાની શરૂઆતના અવસરે ગવર્નર માઈક ડીવાઈને કહ્યું હતું કે તેમનો હેતુ લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવાનો હતો. કારણ કે મોટાભાગના લોકો તેમા રસ દાખવતા નથી. તેમણે જણાવ્યું હતું કે પાંચ લોકોને લોટરી દ્વારા પસંદ કરાશે. જેમણે રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હશે. ડીવાઈને કહ્યું કે બની શકે કે કેટલાક લોકો કહે કે હું પાગલ થઈ ગયો છું અને સરકારી પૈસા લૂટાવી રહ્યો છું. પરંતુ તેમણે સમજવું જોઈએ કે જ્યારે જીવ બચાવવા માટે રસી છે તો આપણે રસી કેમ ન લઈએ તો શું થાય?

ફ્રી બીયર ઓફર પર આપ્યો આ તર્ક
વિજેતાઓની જાહેરાત દરમિયાન વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમા માઈક ડીવાઈને કહ્યું કે અમે રસી લગાવનારાઓને મફત બીયરની ઓફર પણ આપી શકીએ તેમ હતા પરંતુ તેનો કોઈ ફાયદો ન થાત. તેઓ બીયર પી લેત અને પછી ટીવી પર પોતાનો મનપસંદ શો જોવા બેસી જાત. આથી અમે કઈક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. નોંધનીય છે કે ઓહિયોમાં રસીકરણની ઝડપ આશા પ્રમાણે નથી. જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. 

ક્યાંથી આવશે પૈસા?
આ યોજના માટે પૈસા Federal Pandemic Relief Fund માંથી આવશે. પ્રશાસન દ્વારા ગુરુવારે બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવાયું કે લગભગ 2,760,000 ઓહિયોવાસીઓએ $1 મિલિયનનો પુરસ્કાર જીતવા માટે લોટરી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જ્યારે 12થી 17 વર્ષની આયુના લગભગ 105,000 યુવાઓએ કોલેજ સ્કોલરશીપમાં રસ દાખવ્યો હતો. 23 જૂન સુધી પ્રત્યેક સપ્તાહ વિજેતાઓના ચાર વધારાના સેટોની જાહેરાત કરાશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post