• Home
  • News
  • ફ્લુથી બનેલા જીનેટિક ટૂલથી કોરોનાને હરાવવા તરફ પગલું, વાઇરસને તોડવામાં 90% સફળતા મળી
post

ટૂલ તૈયાર કરનાર સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધક સ્ટેન્લે-ચીના જણાવ્યાનુસાર, કોરોના વાઇરસ પર તેના સારા પરિણામ મળ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:01:50

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું જીન એડિટિંગ ટૂલ બનાવ્યું છે, જે માનવના ચેપગ્રસ્ત કોષોમાં હાજર કોરોના વાઇરસનો નાશ કરી શકે છે. આ ટૂલનું નામ પેકમેન છે.

જ્યારે તેનો ઉપયોગ કોરોનાથી ચેપગ્રસ્ત ફેફસાંના કોષો પર કરવામાં આવ્યો તો તેનાથી 90% સુધી સફળતા મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે. સંશોધકોએ તેને ઈન્ફલ્યુએન્ઝાના વાઇરસ સામે લડવા માટે વિકસાવ્યું હતું. પરંતુ અચાનક શરૂ થયેલા કોવિડ-19 રોગચાળા પછી કોરોના પર તેનો ઉપયોગ કરવામાં આવ્યો.

ટૂલ કેવી રીતે કામ કરે છે?

સંશોધકોના જણાવ્યાનુસાર, પેકમેન એન્ઝાઇમ Cas13 અને RNAથી બન્યો છે. તેનું આખું નામ પ્રોફેલેક્ટિક એન્ટિ-વાઇરલ ક્રિસ્પર ઇન હ્યુમન સેલ્સ, પેકમેનમાં રહેલા RNA એન્ઝાઇમને આદેશ આપે છે કે, કોરોના વાઇરસના જીનોમ સિક્વન્સને તોડે. આવું કર્યા બાદ વાઇરસ માણસના શરીરમાં તેની સંખ્યા નથી વધારી શકતો અને તેનો નાશ થઈ જાય છે.

પહેલા પ્રાણીઓ પર ટ્રાયલ થશે

સંશોધકોએ જીન એડિટિંગ ટૂલનો પહેલો ટ્રાયલ કોરોનાથી ચેપગ્રસ્ત પ્રાણીઓ પણ કરવાનું નક્કી કર્યું છે. આ રિસર્ચમાં ન્યૂ યોર્ક યુનિવર્સિટી અને સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટના રિસર્ચર્સ પણ સામેલ હશે.

ફેરફાર પડકારજનક હતો

ટૂલ બનાવનારા સંશોધક સ્ટેનલે-ચી કહે છે કે, ગયા વર્ષે મેં તેના પર કામ કરવાનું શરૂ કર્યું અને લક્ષ્ય ઈન્ફલ્યુએન્ઝા વાઇરસ હતો. જાન્યુઆરીમાં કોરોનાના કેસ સામે આવ્યા પછી નવા વાઇરસનો ઉપયોગ કરવા માટે ટૂલમાં ફેરફાર કરવો પડ્યો, જે ખૂબ જ પડકારજનક હતું.

90% સુધી સફળતા મળી

સંશોધક સ્ટેનલે-ચીનું કહેવું છે કે, જ્યારે પેકમેન ટૂલ લિપિટોઇડ્સ (અમુક પ્રકારના મોલીક્યુલ્સ) સાથે કામ કરે ત્યારે પરિણામો વધુ સારા આવે છે. સંશોધન દરમિયાન બંનેનું મિશ્રણ કરીને કોરોના વાઇરસ પર પરીક્ષણ કરવામાં આવ્યું તો 90% સુધીની સફળતા મળી. બર્કલે લેબ્સ મોલીક્યુલર ફાઉન્ડ્રીએ લિપિટોઇડ્સ ઉપલબ્ધ બનાવ્યા છે. જેના કારણે રિસર્ચ વધુ સારું બન્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post