• Home
  • News
  • ઈતિહાસમાં આજે:આજે જ 1949માં હિન્દીને રાજભાષા બનાવાઈ, 1953થી દર વર્ષે ઊજવાય છે હિન્દી દિવસ
post

હિન્દી આપણી રાજભાષા છે અને લિપિ દેવનાગરી, એનો નિર્ણય બંધારણ સભાએ 14 સપ્ટેમ્બરે જ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:36:45

15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું હતું. એ પહેલાં જ ભારતનું બંધારણ બનાવવા માટે બંધારણ સભા યોજાઈ ગઈ હતી. એ સમયે દેશમાં ઘણી ભાષાઓ હતી, તેથી એ સમયે રાજભાષા કઈ બનાવવી એ નક્કી કરવું પડકાર હતો. ત્યારે બંધારણ સભામાં લાંબી ચર્ચાવિચારણાં પછી 14 સપ્ટેમ્બર 1949ના દિવસે હિન્દીને રાજભાષા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

બંધારણની કલમ 343(1)માં એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. એ અનુસાર ભારતની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી છે. એને યાદ રાખીને 1953થી 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. હિન્દીને રાજભાષાનો દરજ્જો આપવાને કારણે બિન-હિન્દી ભાષી લોકોનો વિરોધ હતો. એ કારણથી જ અંગ્રેજીને પણ ઓફિશિયલ ભાષા બનાવવામાં આવી. હિન્દી દુનિયાની સૌથી વધારે બોલવામાં આવતી ભાષાઓમાં ત્રીજા ક્રમે છે. આપણા દેશના 77 ટકા લોકો હિન્દી બોલે છે,સમજે છે અને વાંચે છે.

ભારતમાં સતીપ્રથા સમાપ્ત કરનાર લોર્ડ બેન્ટિકનો જન્મ

લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતમાં ગવર્નર જનરલ હતા ત્યારે ઘણા આર્થિક અને સામાજિક સુધારા કરવામાં આવ્યા હતા, જોકે તેમની નીતિઓને કારણે ભારતને ઘણું નુકસાન પણ થયું હતું. લોર્ડ બેન્ટિકનો જન્મ 14 સપ્ટેમ્બર 1774માં થયો હતો. તેઓ 1828માં બંગાળના ગવર્નર બન્યા અને 1833થી 1835 સુધી ભારતના ગવર્નર જનરલ રહ્યા. આ દરમિયાન તેમણે ભારતીય ન્યાય વ્યવસ્થામાં સુધારા કરવા માટે ઘણાં પગલાં લીધાં હતાં.

પહેલો નિર્ણય હતો, ન્યાય વ્યવસ્થામાં પારસીને હટાવીને તેમની જગ્યાએ અંગ્રેજી ભાષા લાગુ કરવી.એ સાથે જ હાયર એજ્યુકેશનમાં અંગ્રેજીનો સમાવેશ કરવામાં આવ્યો. એને કારણે ઘણા ભારતીયોમાં વિદેશ જઈને અભ્યાસ કરવાનો રસ્તો ખૂલ્યો હતો. આ સિવાય એક મહત્ત્વનો નિર્ણય તેમણે લીધો હતો અને એ હતો સતીપ્રથાનો અંત લાવવાનો. એ સાથે જ તેમણે માનવ બલિ, ભ્રૂણ હત્યા અને દગાખોરીના કેસ ખતમ કરવા મહત્ત્વના નિર્ણયો લીધા હતા. ઘણા વિદ્વાનો એવું પણ કહે છે કે લોર્ડ બેન્ટિકે જ ભારતમાં પશ્ચિમીકરણની શરૂઆત કરી હતી.

1998માં માઇક્રોસોફ્ટ બની, દુનિયાની સૌથી મોટી કંપની

માઈક્રોસોફ્ટની સ્થાપનાને 23 વર્ષ થઈ ગયાં હતાં. 14 સપ્ટેમ્બર 1998માં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં કંપનીની વેલ્યુ 261 બિલિયન ડોલર આંકવામાં આવી હતી. એ રીતે તેણે જનરલ ઈલેક્ટ્રિકને પાછળ પાડીને વેલ્યુએશન મામલે દુનિયાની સૌથી મોટી કંપની બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ફોર્બ્સના જણાવ્યા પ્રમાણે, જો અત્યારે તમે દુનિયાની વેલ્યુ બ્રાન્ડ્સવાળી કંપનીની વાત કરો છો તો એપલ અને ગૂગલ પછી માઈક્રોસોફ્ટનું નામ જ સામે આવે છે. અમેઝોન, ફેસબુક, કોકાકોલા જેવી બ્રાન્ડ પણ એના પછી આવે છે.

ઈતિહાસમાં આજના દિવસને આ ઘટનાઓને કારણે પણ યાદ કરવામાં આવે છે...

·         1770: ડેનમાર્કમાં પ્રેસની સ્વતંત્રતાને માન્યતા મળી.

·         1901: અમેરિકન રાષ્ટ્રપતિ વિલિયમ મેકિનલેની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

·         1960 : ખનીજ તેલના ઉત્પાદક દેશો- ઓપેકની સ્થાપના કરવામાં આવી.

·         1999: કિરિબાતી, નાઉરુ અને ટોંગા સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ થયા.

·         2000: માઈક્રોસોફ્ટે વિન્ડોઝ ME લોન્ચ કર્યું.

·         2000: વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ અમેરિકન સિનેટનાં બંને સદનની સંયુક્ત બેઠકને સંબોધન કર્યું, ઓલિમ્પિકની મશાલ સિડની પહોંચી.

·         2003: ગુયાન-બિસાઉમાંસેનાએ રાષ્ટ્રપતિ કુંબા માલાની સરકાર પલટી નાખી.

·         2003: એસ્ટોનિયા યુરોપિય સંઘમાં સામેલ થયું.

·         2006: પરમાણુ ઊર્જામાં સહયોગ વધારવા માટે ઈબ્સામાં સહમતી. તિબેટના આધ્યાત્મિક નિર્વાસિત નેતા દલાઈ લામાને સંયુક્ત રાજ્ય અમેરિકાએ સર્વોચ્ચ ન્યાયાલય સન્માનથી સન્માનિત કરવાની જાહેરાત કરી.

·         2007: જાપાને તાનેગાશિયામાં આવેલા પ્રક્ષેપણ કેન્દ્રથી પહેલો ચંદ્ર ઉપગ્રહ H-2A લોન્ચ કર્યો.

·         2008: રશિયાના પેર્મ ક્રાઈમાં પેર્મ એરપોર્ટ પર એરોફ્લોટ વિમાન 821 ક્રેશ થયું હતું, એમાં 88 મુસાફરનાં મોત થયાં હતાં.

·         2016: પેરા ઓલિમ્પિક 2016માં ભારતને અત્યારસુધીમાં કુલ ચાર મેડલ મળ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post