• Home
  • News
  • અમેરિકાથી બે ગણી ગતિએ ભારતમાં એક્ટિવ કેસ વધી રહ્યા છે; પહેલા 5 લાખ દર્દી 179 દિવસમાં વધ્યા, આ વખતે 5થી 10 લાખ થવામાં માત્ર 51 દિવસ લાગ્યા
post

મે મહિનાથી અત્યાર સુધીમાં 7 દિવસ એવા પણ રહ્યા જ્યારે સંક્રમિતોથી વધારે સાજા થનાર દર્દીઓની સંખ્યા હોય

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 11:52:03

દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. એનો અર્થ એ થયો કે દેશમાં 10 લાખ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. બાકીના 78.08% લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 1.64% દર્દીઓના મોત થયા છે.

આંકડા પર નજર કરીએ તો એક મહિનામાં 24 લાખ 28 હજાર 825 સંક્રમિતો વધ્યા છે. આ દરમિયાન 20 લાખ 78 હજાર 443 લોકો સાજા થયા છે. જ્યારે 32 હજાર 7 લોકોના મોત થયા છે. એક મહિનામાં 3 લાખ 22 હજાર 42 એક્ટિવ કેસ વધ્યા છે.

પ્રથમ 5 લાખ એક્ટિવ કેસ 179 દિવસમાં થયા
દેશમાં પહેલા 5 લાખ એક્ટિવ કેસ 179 દિવસમાં થયા હતા. આ આંકડો 5 થી 10 લાખ થવામાં 51 દિવસ લાગ્યા. જૂનના દરેક દિવસે 500થી 1000 એક્ટિવ કેસ વધ્યા. જુલાઈમાં આ આંકડો 2000થી 3000 થઈ ગયો. ઓગસ્ટમાં વધીને 7-8 હજાર થઈ ગયો.સપ્ટેમ્બરમાં દરરોજ 14-15 હજાર એક્ટિવ કેસ વધે છે.

7 વાર સંક્રમિતોથી સાજા થનાર લોકોની સંખ્યા વધુ
મે મહિનાથી 14 સપ્ટેમ્બર સુધીમાં 7 દિવસ એવા હતા જ્યારે એક્ટિવ કેસ વધવાને બદલે ઘટ્યા હતા. તેનો અર્થ એ થયો કે આ દિવસોમાં સંક્રમિતોની સંખ્યા કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે હતી.

પ્રત્યેક 100 દર્દી પૈકી 78 લોકો સાજા થઈ રહ્યા છે
દેશમાં સંક્રમણ વધવાની સાથે દર્દીઓ સાજા થવાનો દર પણ ઝડપભેર વધી રહ્યો છે. રિકવરી રેટ હવે 78.08% છે એટલે કે પ્રત્યેક 100 દર્દી પૈકી 78 લોકો સાજા થઈ રહ્યા છે. મૃત્યુ દર 1.64 ટકા છે એટલે કે પ્રત્યેક 100 દર્દી પૈકી એક દર્દીનું મૃત્યુ થાય છે.

10 લાખની વસ્તીમાં 3,508 દર્દી મળ્યા
દેશમાં આશરે 50 લાખ લોકો સંક્રમણની ઝપટમાં આવી ગયા છે. રાહતની વાત એ છે કે આ પૈકી 38 લાખ દર્દી સાજા થઈ ચુક્યા છે. આંકડાકીય માહિતી પ્રમાણે હવે પ્રત્યેક 10 લાખની વસ્તીમાં 41 હજાર 395 લોકો સાજા થઈ રહ્યા છે. આ પૈકી 3,508 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. આટલી વસ્તીમાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 58 છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post