• Home
  • News
  • અદાણી-અંબાણીનું એરપોર્ટ અને ટેલિકોમમાં એકહથ્થુ શાસન, એવું લાગે છે કે, ભારતના નવા અર્થતંત્રને મોનોપોલી બોર્ડની જરૂર પડશે નહીં
post

ભારતીય બેન્કોમાં મૂડીની જરૂરિયાત સરકાર પર બોજાસમાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:00:16

ભારત ન્યૂ ઇકોનોમી તરફ પ્રયાણ કરી રહ્યું છે ત્યારે ટોચના સેક્ટર એવા ટેલિકોમ અને એરપોર્ટ્સ પર બે ગુજરાતી ઉદ્યોગપતિ અદાણી અને અંબાણીનું એક હથ્થું શાસન જોવા મળી રહ્યું છે. આ બન્ને સેક્ટરમાં અંબાણી અને અદાણીએ વર્ચસ્વ જમાવી રહ્યાં છે. દેશના છ એરપોર્ટ્સ માટે એક જ બિડરની પસંદગી કરવામાં આવી છે.

વિભિન્ન મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુંબઈ એરપોર્ટના ખાનગીકરણનુ નિયંત્રણ મેળવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકેદાર હોવાના નાતે સફળ રહ્યા છે. તેમજ અન્ય એરપોર્ટ્સ પણ હસ્તગત કરવામાં સફળ રહ્યા છે. એરપોર્ટ્સમાં એકાધિકાર થયો છે. જેમાં એક જ ખાનગી માલિકનું આઠ કે તેથી વધુ એરપોર્ટ પર નિયંત્રણ રહેશે. એરલાઈન્સ, ફ્લાયર્સ, અને એરપોર્ટ પર બિઝનેસ કરતાં વેપારીઓ માટે આ સારા સમાચાર નથી. ભારતમાં એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપક ટ્રેન્ડ સાથે ઈકોનોમિક પાવરનું કેન્દ્રિકરણ ચિંતાજનક વિષય બન્યો છે.

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની 2016માં 4જી મોબાઈલમાં એન્ટ્રીએ ટેલિકોમ સેક્ટરને નવી ઊંચાઈ આપી છે. ભારતની સૌથી ધનવાન વ્યક્તિ અંબાણી ગ્રાહકો માટે ડેટા ચાર્જ ગીગાબાઈટ દીઠ 9 સેન્ટ કરવા સાથે વિશ્વનો સૌથી સસ્તો ડેટા ચાર્જ લાવ્યા હતા. ટેલિકોમ ફિલ્ડમાં એક સમયે ડઝન કંપનીઓ કાર્યરત હતી. જે હાલ બેતરફી બન્યુ છે. ટેલિકોમ સેવાઓ આપતી વોડાફોન આઈડિયા લિ.નો આધાર સુપ્રિમ કોર્ટ પર નિર્ભર છે કે, તે બાકી 19 અબજ ડોલરની એજીઆર કેટલા સમયમાં ચૂકવશે. નીતિના ઘડવૈયાઓ શા માટે રાજીનામુ આપી રહ્યા છે કે, જેમની પાસે નાણાકીય નિર્ણયો લેવાની સંપૂર્ણ સત્તા છે.

વિદેશી રોકાણકારોનો ઉત્સાહ જળવાઈ રહેશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ
ભારતે 2016માં બેન્કકરપ્સી કાયદો અપનાવ્યો હતો. જેમાં વૈશ્વિક રોકાણકારોને સ્ટ્રેસ્ડ એસેટ્સ હસ્તગત કરવાનો સમાન અધિકાર આપવાનો હતો. સરકારને ઓસ્ટ્રેલિયન એસેટ રિસાયકલિંગ મોડલને અનુસરવા પાછળ 1 લાખ કરોડ ડોલરના નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મૂડીરોકાણનો આશાવાદ હતો. પરંતુ ઈનસોલ્વન્સી કોર્ટે નવા કેસો કામચલાઉ ધોરણે બંધ કર્યા છે. અને ઘણા બધા એરપોર્ટ એક જ ખરીદદાર પાસે પહોંચ્યા છે. જેથી કોરોના વાયરસ બાદ વિદેશી રોકાણકારોનો ભારત તરફ ઉત્સાહ જળવાઈ રહેવા સામે શંકા સેવાય છે. કારણકે, વૈશ્વિક સ્તરે સ્ટ્રેસ્ડ એસેટ્સની અછત નથી.

ભારતીય બેન્કોમાં મૂડીની જરૂરિયાત સરકાર પર બોજાસમાન
મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસના રિપોર્ટ અનુસાર, કોવિડ-19 મહામારી બાદ સરકારી બેન્કોમાં બેડ લોનમાં વૃદ્ધિ થવાથી આગામી બે વર્ષમાં 28 અબજ ડોલરની જરૂરિયાત પડશે. જો કે, આમાંથી મોટાભાગની મૂડી સરકાર દ્વારા ઠાલવવામાં આવશે. પરિણામે સરકારી તિજોરી પર બોજો વધશે. ઈકોનોમી માટે ખાનગી ક્રેડિટ આધારિત રિકવરી મુશ્કેલ બનશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post