• Home
  • News
  • કોંગ્રેસનો આક્રમક વિરોધ:કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો, આક્ષેપો વચ્ચે વિધાનસભા પગથિયાં પર કોંગ્રેસનું વિરોધપ્રદર્શન
post

CMOના આશીર્વાદથી G-20ની અધિકારીઓની મિટિંગ બોલાવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 18:58:17

ગઈકાલે રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાળાં કપડાં પહેરીને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, અદાણી-મોદી ભાઈ-ભાઈના નારા લગાવ્યા હતા. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સતત બીજા દિવસે પણ વિધાનસભા પ્રવેશદ્વાર પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ છે કે મહાઠગ કિરણ પટેલ મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય નહીં એ માટે કોંગ્રેસના તમામ સભ્યોને સત્ર પૂરું થાય નહીં ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આજે પણ અલગ અલગ પોસ્ટર્સ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ડબલ એન્જિન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર - ચાવડા
અમિત ચાવડાએ આક્ષેપ કર્યા હતા કે ડબલ એન્જિન સરકારમાં મહાઠગ કિરણ પટેલ વહીવટદાર હોય એવું આખી દુનિયાએ જે જોયું અને આ મુદ્દાને લીધે ગુજરાત તથા ગુજરાત સરકારની છબિ ખરડાઈ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ગૃહમાં કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરવા માટે વિધાનસભામાં સભા તાકીદની નોટિસ આપી હતી.

PMOની ભાગીદારી ખુલ્લી ના પડે એટલે સસ્પેન્ડ કર્યા- ચાવડા
ચાવડાએ આક્ષેપ કરીને ઉમેર્યું હતું કે આ ઉપરાંત આ મુદ્દે મુખ્યપ્રધાન જવાબ આપે એની માગણી કરવાના હતા. સરકાર ચર્ચામાંથી ભાગવા માગે છે? આ કિસ્સામાં સરકાર શું છુપાવવા માગે છે? કે કોંગ્રેસને આખા સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગત રોજ કરવામાં આવેલો વિરોધ એ માત્ર વિરોધ ન હતો. બીજી તરફ મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ચર્ચામાં ન આવે અને આખીયે આ ઘટનામાં પીએમઓની ભાગીદારી ખુલ્લી ના પડે એ માટે કોંગ્રેસપક્ષને સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો
ગુજરાત વિધાનસભાનાં પગથિયાં પર વિરોધ કરી રહેલા કોંગ્રેસના તમામ ધારાસભ્યો અલગ અલગ પોસ્ટર્સ સાથે આવ્યા હતા. કોંગ્રેસના અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે કિરણ પટેલને ક્યાંક ને ક્યાંક સીએમઓ અને પીએમઓના છૂપા આશીર્વાદ છે. આ મહાઠગ કિરણ પટેલ કમલમથી કાશ્મીર પહોંચ્યો હશે.

CMOના આશીર્વાદથી G-20ની અધિકારીઓની મિટિંગ બોલાવી
કિરણ પટેલે કાશ્મીર સુધીની સફરમાં અનેક લોકોને ઠગ્યા છે. જ્યારે કાશ્મીર જે દેશનો સૌથી સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે ત્યાં ઝેડ પ્લસ સુરક્ષા લઈને ફર્યા તેમજ સુરક્ષાયુક્ત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં મુલાકાત કરી અનેક લોકોને સૂચનાઓ આપી. CMOના આશીર્વાદથી G-20 માટેની અધિકારીઓની મિટિંગ બોલાવી અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પર રોફ જમાવવાનો પ્રયાસ કર્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post