• Home
  • News
  • કોરોનાથી રિકવરીમાં અમદાવાદની સ્થિતિ ખરાબ, સુરત-વડોદરામાં રિકવરી બમણી
post

સુરતમાં દર 100 કોરોના પોઝિટિવ દીઠ 41.86% રિકવરી જ્યારે અમદાવાદમાં આ દર માત્ર 16.31%

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-06 10:43:17

સુરત: કોરોના પોઝિટિવની સૌથી વધુ સંખ્યા ઉપરાંત અમદાવાદ દર્દીઓ સાજા થવામાં પણ સૌથી પાછળ છે. અમદાવાદમાં દર 100 પોઝિટિવમાંથી માત્ર 16.31 ટકા દર્દી જ રિકવર થઇ રહ્યા છે જ્યારે સુરત આ મામલે સૌથી આગળ છે. સુરતમાં અમદાવાદની સરખામણીમાં બમણાથી વધુ એટલે કે દર 100 પોઝિટિવ દર્દીમાંથી 41.86 ટકા દર્દી રિકવર થઇ રહ્યા છે. વડોદરા 35.58 ટકા રિકવરી રેટ સાથે બીજા સ્થાને છે.


સુરતમાં 738 કેસમાંથી 309 દર્દી, વડોદરામાં 444 કેસમાંથી 158 દર્દી રિકવર થયા છે જ્યારે અમદાવાદમાં 4425 પોઝિટિવ કેસમાંથી માત્ર 707  દર્દી રિકવર થયા છે. ડૉક્ટર્સનું કહેવું છે કે અમદાવાદમાં બીમારી છુપાવવાના અને બાદમાં બહુ ખરાબ સ્થિતિમાં હોસ્પિટલમાં પહોંચવાના કારણે રિકવરી રેટ ઓછો છે. 

ગાંધીનગરની સ્થિતિ પણ અમદાવાદ જેવી જ છે. અહીં પણ 84માંથી 14 દર્દી સાજા થયા, એટલે કે રિકવરી રેટ 16.66 ટકા જ છે. રિકવરી મામલે રાજકોટ ત્રીજા સ્થાને છે. ત્યાં રિકવરી રેટ 28.12 ટકા છે. 64 પોઝિટિવ કેસમાંથી 18 દર્દી સાજા થઇ ચૂક્યા છે. ભાવનગરમાં રિકવરી રેટ 22.1 ટકા છે. 95માંથી 21 દર્દી સાજા થઇ ચૂક્યા છે. રાજ્યના 8 મહાનગર પૈકી જામનગરમાં કોરોનાથી મૃત્યુદર સૌથી વધુ 14.28 ટકા છે. જોકે, ત્યાં માત્ર 7 કેસ હતા, જેમાંથી એક દર્દીનું મોત થયું છે. વડોદરા 29 મોત (6.9 ટકા) સાથે બીજા સ્થાને છે. અમદાવાદમાં 6 ટકા મોત થયા. અહીં 4425 પોઝિટિવમાંથી 273ના મોત થયા છે.


97
ટકા કેસ મહાનગરોમાં
કોરોનાના નવા કેસ રાજ્યના 8 મહાનગરમાંથી આવી રહ્યા છે. 92.74 ટકા કેસ આ શહેરોના જ છે. રાજ્યના કુલ 6180 કેસમાંથી 5731 મહાનગરોના છે જ્યારે માત્ર 449 કેસ નાના જિલ્લા કે અન્ય સ્થળોના છે. 
શહરોની રિકવરી રેટ

શહેર

રિકવરી રેટ

મૃત્યુદર

અમદાવાદ

16.31

6.16

સુરત

41.86

4.5

વડોદરા

35.58

6.9

રાજકોટ 

28.12

1.56

ભાવનગર

22.1 

5.26

ગાંધીનગર

16.66

2.25

જામનગર

14.28

જૂનાગઢ

 

adv

Related News

post
post
post
post
post
post
post