• Home
  • News
  • Q-2માં મકાનોના વેચાણમાં 64 ટકા વૃદ્ધિ સાથે અમદાવાદ ટોચના સ્થાને, કોરોના મહામારી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી રિકવરી
post

ટીયર-1 શહેરોમાં વેચાણ-નવા પ્રોજેક્ટ લોન્ચ બાબતે અમદાવાદ મોખરે, મકાનોની કિંમતમાં પણ 2 ટકા વૃદ્ધિ સાથે ટિયર-1 શહેરોમાં અમદાવાદ નંબર-1

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 09:39:08

કોરોના મહામારીએ સામાન્ય લોકોને ઘરના ઘરની યાદ અપાવી દીધી છે જેના અનુસંધાને રિયલ એસ્ટેટ સેક્ટરમાં બીજા ક્વાર્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. દેશના ટીયર-1 શહેરોમાં રિયલ એસ્સેટ સેક્ટરમાં વેચાણમાં 64 ટકા વૃદ્ધિ સાથે ટોચના સ્થાને રહ્યું છે. અમદાવાદમાં કોરોના કાળમાં એટલેકે એપ્રિલથી જૂનના ક્વાટર્રમાં અમદાવાદમાં 2959 મકાનોનું વેચાણ થયું હતું જે જુલાઇથી સપ્ટેમ્બરના બીજા ક્વાટર્રમાં વધીને 4856 યુનિટ નોંધાયું હોવાનું રિયલ એસ્ટેટ રિસર્ચ ફર્મ લીઆસીસ ફોરસના અહેવાલમાં દર્શાવાયું છે જ્યારે દેશમાં ટોપ 8 શહેરોમાં કુલ 42297 મકાનોનું વેચાણ થયું છે જે પહેલા ક્વાર્ટરની તુલનાએ 60 ટકાનો ગ્રોથ દર્શાવે છે. ગુજરાતના મોટા ભાગના મેટ્રો શહેરોમાં ગ્રાહકોનો ફુટફોલ હાઉસિંગ સેક્ટરમાં 80 ટકા સુધી પહોંચ્યો છે. રિઅલ એસ્ટેટ સેક્ટરને પ્રાધાન્ય આપવા માટે સરકારે હાઉસિંગ પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો છે જેના કારણે ગ્રાહકોને ઘણો ફાયદો મળી રહ્યો છે.

માર્ચ માસમાં ગુજરાતમાં કોરોના મહામારીના કારણે ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામકાજો મે માસ સુધી અટકી ગયા હતા. જોકે, કોવિડ પૂર્વેના છ માસથી સેક્ટર માટે કપરો સમય ચાલતો હતો. છતાંપણ અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત અને અમદાવાદ ઝડપી રિકવર થઇ રહ્યાં છે. કોરોનાએ લોકોના જીવન ધોરણમાં બદલાવ લાવ્યો છે જેના કારણે ઘર ખરીદવામાં ગ્રાહકોની દોટ જોવા મળી છે. એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનની સંખ્યા સતત વધી રહી છે. મહત્વનું પાસુ એ છે કે હાઉસિંગ લોનના વ્યાજદર સૌથી નીચા 7 ટકાની અંદર પહોંચ્યા છે જેના કારણે આ સેક્ટરને સારો ગ્રોથ મળ્યો છે. આ ઉપરાંત સરકારે મકાનની વેલ્યુના 90 ટકા સુધી લોન આપવા અંગે નિર્દેશ કર્યો હોવાથી પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી રિકવરી જોવા મળી છે.

લોન્ચિંગમાં કોવિડ પૂર્વેની સ્થિતિમાં અમદાવાદનું રિયલ એસ્ટેટ માર્કેટ
ગુજરાતમાં હાઉસિંગ સેગમેન્ટમાં મોટા પાયે ડિમાન્ડ ખુલી છે. એટલું જ નહિં નવા પ્રોજેક્ટ રજિસ્ટ્રેશન માટે પણ ડેવલપર્સ બૂક કરાવી રહ્યાં છે. કોવિડ પૂર્વે દર માસમાં સરેરાશ 150-180 પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થતા હતા જે અત્યારે આ સ્થિતીમાં આવવા લાગ્યા છે. જુલાઇમાં 150, ઓગસ્ટમાં 119 પ્રોજેક્ટ રજિસ્ટર્ડ થઇ ચૂક્યા છે. અમદાવાદમાં અત્યારે પ્રોજેક્ટ લોન્ચિંગનો રેશિયો કોવિડ પૂર્વેની સ્થિતિમાં પહોંચ્યો છે. ગુજરાતમાં આગામી ટૂંકાગાળામાં દર મહિને પ્રોજેક્ટ રજિસ્ટ્રેશનની સંખ્યા 200 સુધી પહોંચે તો નવાઇ નહિં.

સ્કાયલાઇન મંજૂરી ગ્રાહકોની ડિમાન્ડ આવવા લાગી, પ્રોજેક્ટ લોન્ચ થશે
70
માળ સુધી બાંધકામને મંજૂરી આપી છે. અમદાવાદમાં ગ્રાહકોની સ્કાયલાઇનમાં ઘર ખરીદવા માટેની પુછપરછ આવવા લાગી છે જેના અનુસંધાને ગુજરાતમાં ટોચના ડેવલપર્સ-બિલ્ડર્સ દ્વારા પુછપરછ શરૂ થઇ ચૂકી છે. સૌ પ્રથમ અમદાવાદ, સુરત તથા બરોડામાં સ્કાઇલાઇન બિલ્ડિંગ બને તેવી સંભાવના છે.

વેચાણ વૃદ્ધિમાં 64 ટકા સાથે અમદાવાદ ટોચે

શહેર

ક્યુ-1

ક્યુ-2

વૃદ્ધિ

અમદાવાદ

2959

4856

64%

બેંગલુરૂ

3028

4847

60%

ચૈન્નઇ

1445

2341

62%

હૈદરાબાદ

2190

3405

55%

કોલકત્તા

1488

2496

68%

MMR

6421

10251

60%

NCR

3929

6236

59%

પુને

4943

7865

59%

કુલ

26403

42297

60%

કિંમત વૃદ્ધિમાં પણ અમદાવાદ ટોચે

શહેર

ક્યુ-1

ક્યુ-2

વૃદ્ધિ

અમદાવાદ

3203

3255

200%

બેંગલુરૂ

5462

5497

100%

ચૈન્નઇ

5185

5168

-0.5

હૈદરાબાદ

5681

5777

200%

કોલકત્તા

4191

4192

0

MMR

12147

12057

-1

NCR

4598

4620

0

પુને

5229

5234

0

કુલ

6701

6730

0

 

adv

Related News

post
post
post
post
post
post
post