• Home
  • News
  • આત્મનિર્ભર:લૉકડાઉનમાં હોમ ફર્નિશિંગનો ધંધો મંદ પડતાં અમદાવાદી વેપારીએ PPE કિટ, માસ્ક બનાવી 36 કરોડની નિકાસ કરી
post

જૂના વ્યવસાયનું 1 કરોડ ટર્ન ઓવર હતું, 40 લાખનું મશીન આયાત કરી PPE કિટ બનાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 11:45:56

કોરોનાકાળમાં મોટા ભાગના બિઝનેસ બંધ હતા ત્યારે ધંધાની આગવી કોઠાસૂઝ ધરાવનારા ગુજરાતના ઘણા વેપારીઓએ આપત્તિના સમયમાં પણ વેપારની તકો શોધી કાઢી છે. આવું જ એક નામ છે ટેક્સટાઇલ ક્ષેત્રે અગ્રણી એલ. પી. ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ શાહનું.

નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર હોમ ફર્નિશિંગનો રિટેલ સ્ટોર ધરાવતા રાહુલ શાહ કોરોનાકાળમાં પોતાના રેગ્યુલર બિઝનેસથી અલગ પીપીઇ કિટ, માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ બનાવીને તેની દેશવિદેશમાં નિકાસ કરીને કરોડોનો બિઝનેસ કરી રહ્યા છે. લૉકડાઉન દરમિયાન તેમણે માત્ર માસ્ક અને પીપીઈ કિટનાં 200 કન્ટેનરની અમેરિકા અને યુરોપમાં 36 કરોડની નિકાસ કરી છે. તેમની કાસા કોપનહેગનની બ્રાન્ડ રૂ. 100 કરોડને આંબી ગઈ.

બદલાતા સમય સાથે પોતે પણ બદલાવું તે ફિલોસોફીમાં દૃઢપણે માનતા રાહુલ શાહે માર્ચ મહિનામાં લૉકડાઉન જાહેર થયું તે પછી ઉત્પાદન અને બિઝનેસ સ્ટ્રેટેજીમાં એવા ફેરફાર કર્યા કે જ્યારે ઘણી બધી ફેકટરીઓ સાવ બંધ હતી ત્યારે એલપી ગ્રૂપની ફેક્ટરીઓ ફૂલ કેપેસિટી પર કામ કરી રહી હતી. લોકોમાં કોરોનાનો ભય જે રીતે વ્યાપક છે તે જોતાં રાહુલ શાહને સમજાઈ ગયું કે હવે લોકો ઝડપથી ખરીદી કરવા ઘરની બહાર નીકળશે નહિ.

આથી તેમણે જોયું કે, સૌથી વધારે ડિમાન્ડ પીપીઇ કિટ અને માસ્કની છે. તેમણે રિસર્ચ કરીને કોરિયાથી રૂ. 40 લાખનું ખાસ મશીન ઇમ્પોર્ટ કરીને ઉત્તમ ગુણવત્તાની પીપીઇ કિટ બનાવવાનું શરૂ કર્યું. પીપીઇ કિટનું જેટલું ઉત્પાદન કરતા તે પહેલાં સરકાર લઈ લેતી હતી.

તેમણે અમેરિકા અને યુરોપના દેશોમાં નિકાસ કરવા લાગ્યા. તેમણે અમદાવાદમાં થ્રી લેયર ફેબ્રિકસ માસ્ક બનાવવાનું શરૂ કર્યું, જેમાં પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોટનના થ્રી લેયર ગુણવત્તાના 70 હજાર માસ્કનું વેચાણ કર્યું. આ ઉપરાંત એનજીઓ યુવાના માધ્યમથી લગભગ 30 હજાર જેટલા માસ્કનું વેચાણ કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post