• Home
  • News
  • અજય દેવગનની ‘મૈદાન’માં હવે કીર્તિ સુરેશના સ્થાને પ્રિયામણી જોવા મળશે
post

આ ફિલ્મ 27 નવેમ્બર, 2020ના રોજ રિલીઝ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 10:17:54

મુંબઈઃ અજય દેવગનનીમૈદાનને લઈ ચાહકો ઉત્સુક છે. ભારતના ફૂટબોલના સુર્વણકાળ પર આધારિત ફિલ્મમાં હવે નેશનલ અવોર્ડ વિનિંગ એક્ટ્રેસ પ્રિયામણી જોવા મળશે. પ્રિયામણીએ સાઉથની વિવિધ ભાષામાં 50થી વધુ ફિલ્મ્સ કરી છે અને ત્રણવાર ફિલ્મફેર અવોર્ડ સહિતના અનેક અવોર્ડ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રિયામણી બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલનની કઝિન સિસ્ટર છે.

કીર્તિ સુરેશના સ્થાને પ્રિયામણી
મૈદાનમાં પહેલાં સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશને લેવામાં આવી હતી. કીર્તિએ એક દિવસનું શૂટિંગ પણ કર્યું હતું. જોકે, શૂટિંગના બીજા દિવસે જ્યારે મેકર્સ તથા કીર્તિએ પહેલાં દિવસના ફૂટેજ જોયા તો તેમને ખ્યાલ આવ્યો કે એક્ટ્રેસ ઘણી નાની દેખાય છે અને તે ઘણી પાતળી લાગે છે. ફિલ્મમાં તે માતાના રોલમાં હોવોથી તેનું વજન પણ વધારે હોય તે ઈચ્છનીય હતું. મેકર્સ ફિલ્મની સ્ટોરી સાથે સહેજ પણ બાંધછોડ કરવા તૈયાર નહોતા અને તેથી એક્ટ્રેસ તથા મેકર્સે સાથે મળીને નિર્ણય લીધો કે કીર્તિ ફિલ્મમાં કામ કરશે નહીં.

ફેમિલી મેનમાં પ્રિયામણી જોવા મળી હતી
પ્રિયામણી વેબ સીરિઝ ફેમિલી મેનમાં જોવા મળી હતી. સીરિઝમાં પ્રિયામણીની એક્ટિંગના વખાણ થયા હતાં. પ્રિયામણીઅસુરનમાં જોવા મળશે. ઉપરાંત તે કંગનાની ફિલ્મથલાઈવીમાં શશિકલાનો રોલ પ્લે કરશે. ફિલ્મ સ્વ. જયલલિતાના જીવન પર આધારિત છે.

મૈદાન’ 27 નવેમ્બરે રિલીઝ થશે
ઝી સ્ટૂડિયો તથા બોની કપૂરમૈદાનને પ્રોડ્યૂસર કરશે. ફિલ્મનેબધાઈ હોફૅમ અમિત શર્મા ડિરેક્ટ કરી રહ્યાં છે. ફિલ્મ 27 નવેમ્બર, 2020ના રોજ રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અજય દેવગન પૂર્વ ફૂટબોલ કોચ તથા ઈન્ડિયન નેશનલ ટીમના મેનેજર સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરવાનો છે. સૈયદ અબ્દુલ રહીમના માર્ગદર્શનને કારણે ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post