• Home
  • News
  • વર્લ્ડ કપ વચ્ચે માઠા સમાચાર, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન બિશન સિંહ બેદીનું નિધન
post

બિશન સિંહ બેદી વર્ષ 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડીના ભાગ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-23 16:55:35

ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ બનેલા બિશન સિંહ બેદી દુનિયાને અલવિદા કહ્યું છે.

22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી 

બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રખ્યાત લેફ્ટી સ્પિનર હતા. તેમણે 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી. તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ ઝડપી હતી. તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1560 વિકેટ ઝડપી હતી. પંજાબ તરફથી પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત કરનાર બિશન સિંહ બેદીએ ભારતીય ટીમ સિવાય દિલ્હીની રણજી ટીમ સાથે મોટા ભાગનો સમય વિતાવ્યો હતો. દિલ્હીની રણજી ટીમ સાથે તે વર્ષ 1968માં જોડાયા હતા. તેમણે લગભગ 12 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી.

વેસ્ટ ઇન્ડિઝ સામે કોલકાતા ટેસ્ટ મેચથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ

બિશન સિંહ બેદીએ વેસ્ટ ઇન્ડિઝ સામે કોલકાતા ટેસ્ટ મેચથી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યુ હતુ. આ મેચ 31 ડિસેમ્બર 1966થી 5 જાન્યુઆરી 1967 દરમિયાન રમાઈ હતી. ત્યારે તેમને માત્ર એક ઇનિંગમાં બોલિંગ કરવાનો મોકો મળ્યો અને તેમણે 2 વિકેટ ઝડપી હતી. બેદીએ તેમની પ્રથમ વનડે મેચ ઇંગ્લેન્ડ સામે લીડ્સમાં 13 જુલાઈ 1974માં રમી હતી. બિશન સિંહ બેદીએ તેમની અંતિમ ઇન્ટરનેશનલ મેચ ઇંગ્લેન્ડ સામે લંડનમાં રમી હતી. આ ટેસ્ટ મેચ હતી જે 30 સેપ્ટેમ્બર 1979ના રોજ રમાઈ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post