• Home
  • News
  • હાર્દિકની કેપ્ટનશીપમાં મુંબઈનું શરમજનક પ્રદર્શન, 8 મેચમાં પરાજય સાથે પ્લેઓફની રેસમાંથી બહાર
post

કોલકાતા વાનખેડેમાં 12 વર્ષ પછી જીત્યું, વેંકટેશ અય્યરની ફિફ્ટી; સ્ટાર્કે 4 વિકેટ ઝડપી

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-04 11:15:57

મુંબઈ: 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ IPL-2024ની પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. MI ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે 24 રને પરાજય આપ્યો હતો. કોલકાતાએ વાનખેડે મેદાન પર 12 વર્ષ પછી મુંબઈને હરાવ્યું છે. આ મેદાન પર નાઈટ રાઈડર્સની છેલ્લી જીત 2012માં મુંબઈ સામે આવી હતી. શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતા 19.5 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં મુંબઈની ટીમ 18.5 ઓવરમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ સ્ટાર્કે 4 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલને 2-2 વિકેટ મળી હતી. MI માટે સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 56 રનની અડધી સદી ફટકારી હતી.

વેંકટેશ અય્યરની શાનદાર બેટિંગ:

KKR તરફથી વેંકટેશ અય્યરે 52 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી જ્યારે મનીષ પાંડેએ 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. નુવાન તુષારા અને જસપ્રીત બુમરાહે 3-3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાને 2 વિકેટ મળી હતી. એક વિકેટ પીયૂષ ચાવલાને મળી હતી.

KKR 12 વર્ષ પછી વાનખેડેમાં જીત્યું, MIને 24 રનથી હરાવ્યું

કોલકાતાએ મુંબઈને 24 રને હરાવ્યું છે. ટીમ 12 વર્ષથી વાનખેડે ખાતે મુંબઈને હરાવવામાં સફળ રહી છે. આ જીત સાથે કોલકાતાના 10 મેચમાં 7મી જીતથી 14 પોઈન્ટ થઈ ગયા છે. ટીમે પ્લેઑફમાં જવા માટે વધુ બે મેચ જીતવી પડશે. મુંબઈ તેની આઠમી હાર બાદ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયું છે. ટીમના 3 જીતથી 6 પોઈન્ટ છે. મુંબઈ નવમા સ્થાને છે.