• Home
  • News
  • ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતને ઝટકો, 124 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા નંબર બન્યું
post

ટીમ ઈન્ડિયા ODI અને T20માં ટોચ પર, ફેરફાર ICC રેન્કિંગમાં વાર્ષિક અપડેટને કારણે આવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-05-04 11:20:23

નવી દિલ્લી: ટીમ ઈન્ડિયા હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 નથી. શુક્રવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1 બની ગઈ છે. ભારત બીજા સ્થાને સરકી ગયું છે. જોકે, ટીમ ઈન્ડિયા હજુ પણ ODI અને T20માં ટૉપ પર છે. ઓસ્ટ્રેલિયા હવે ટેસ્ટ ફોર્મેટમાં 124 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. ભારત 120 પોઈન્ટ સાથે બીજા સ્થાને 4 પોઈન્ટ પાછળ છે. ઇંગ્લેન્ડ ત્રીજા અને દક્ષિણ આફ્રિકા ચોથા ક્રમે છે.આ ફેરફાર ICC રેન્કિંગમાં વાર્ષિક અપડેટને કારણે આવ્યો છે. 2020-21માં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 2-1થી શ્રેણી જીતને આ અપડેટમાં બાકાત રાખવામાં આવી છે.

દર વર્ષે રેન્કિંગ કેવી રીતે અપડેટ થાય છે?
ICC
રેન્કિંગમાં છેલ્લા ત્રણ વર્ષની મેચનો સમાવેશ થાય છે. આમાં, સૌથી તાજેતરના વર્ષની 100% મેચ રેન્કિંગમાં સામેલ છે. પાછલા બે વર્ષની મેચનું વેઇટેજ 50% છે. મે 2021 થી મે 2023 દરમિયાન ટીમે રમેલી 50% મેચ રેન્કિંગમાં સામેલ છે. તે જ સમયે, મે 2023 થી યોજાયેલી તમામ મેચને રેન્કિંગમાં સામેલ કરવામાં આવી છે. અહીંથી આગામી મે સુધી રમાયેલી તમામ મેચને રેન્કિંગમાં સામેલ કરવામાં આવશે. વાર્ષિક અપડેટ મે 2025માં ફરીથી કરવામાં આવશે. ત્યારબાદ મે 2021થી 2022 દરમિયાન યોજાનારી મેચો રેન્કિંગમાંથી બહાર થઈ જશે.

ODI રેન્કિંગમાં ભારતની 6 પોઈન્ટની લીડ
ભારત ભલે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હોય, પરંતુ તેણે તેના પર પોતાની લીડ ત્રણથી વધારીને છ પોઇન્ટ કરી લીધી છે અને તે 122 પોઇન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ટોપ 10માં કોઈ ફેરફાર થયો નથી પરંતુ આયર્લેન્ડે ઝિમ્બાબ્વેને પછાડીને 11માં સ્થાન પર કબજો જમાવ્યો છે. ત્રીજા સ્થાને રહેલ દક્ષિણ આફ્રિકા ઓસ્ટ્રેલિયાથી 8 પોઈન્ટ દૂર હતું, હવે આ અંતર ઘટીને 4 પોઈન્ટ થઈ ગયું છે. જ્યારે શ્રીલંકા પાંચમા સ્થાને રહેલા ઇંગ્લેન્ડથી માત્ર બે પોઈન્ટ પાછળ છે.