• Home
  • News
  • સાઉથ આફ્રિકા સામે હાર બાદ ભારતને વધુ એક ઝટકો , ICCએ લગાવ્યો મોટો દંડ, જાણો કારણ
post

ભારતના બે WTC પોઈન્ટ કાપવામાં આવ્યા છે અને કેપ્ટનને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-29 16:54:42

સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની કારમી હાર બાદ ICCએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. સ્લો ઓવર રેટના કારણે ટીમ ઈન્ડિયા પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે નિર્ધારિત સમય કરતાં બે ઓવર ઓછી બોલિંગ કરવા બદલ રોહિત શર્માની ટીમના બે મહત્વપૂર્ણ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ કાપવામાં આવ્યા છે, જ્યારે ખેલાડીઓને મેચ ફીના 10 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અમિરાત આઈસીસી એલિટ પેનલ ઓફ મેચ રેફરી ક્રિસ બ્રોડે જણાવ્યું હતું કે ટાર્ગેટથી બે ઓવર ઓછા ઓવર પાછળ રહ્યા બાદ આ સજા આપવામાં આવી હતી. 

મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવ્યો

ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટેની ICC કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.22 અનુસાર, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત કામ કરે છે, ખેલાડીઓને દરેક ઓવર માટે તેમની મેચ ફીના 5 ટકા દંડ કરવામાં આવ્યો હતો કારણ કે તેઓ આપેલા સમયમાં બોલ કરવામાં નિષ્ફળ ગયા હતા.

હવે ભારતનું સ્થાન છઠ્ઠું

સાઉથ આફ્રિકા સામેની હાર બાદ ભારત 16 પોઈન્ટ સાથે 5માં સ્થાને હતું. જો કે, હવે સ્લો ઓવર રેટના કારણે પોઈન્ટ કપાયા બાદ ભારત ઓસ્ટ્રેલિયાથી નીચે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. ભારતના ખાતામાં હાલ 14 પોઈન્ટ છે.

કોહલી સિવાય બધા જ બેટ્સમેન નિષ્ફળ

સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને એક ઇનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકાની ધરતી પર ટીમ ઈન્ડિયાની આ અત્યાર સુધીની સૌથી મોટી હાર છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલની સદીના આધારે બોર્ડ પર 245 રન બનાવ્યા હતા, આ સ્કોર સામે યજમાન ટીમે ડીન એલ્ગરની 186 રનની ઇનિંગના આધારે 408 રન બનાવ્યા હતા. ભારત બીજા દાવમાં 131 રન પર જ સિમિત રહ્યું હતું. વિરાટ કોહલી સિવાય તમામ બેટ્સમેનો નિષ્ફળ સાબિત થયા હતા.


adv

Related News

post
post
post
post
post
post
post