• Home
  • News
  • ગેહલોત ધારાસભ્યો સાથે ચર્ચા કરવા જેસલમેર પહોંચ્યા, કહ્યું- કોંગ્રેસ છોડીને જનાર માટે દરેક ઘરમાં ગુસ્સો, આશા છે કે મોટાભાગના પરત ફરશે
post

જેસલમેરની સૂર્યગઢ હોટલમાં કોંગ્રેસ વિધાનસભા સત્રની તૈયારી કરી રહી છે, અહીંયા ફ્લોર મેનેજમેન્ટ અંગે ચર્ચા થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-10 12:11:07

જયપુર: રાજસ્થાનની રાજકીય ખેંચતાણ વચ્ચે રવિવારે મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેર પહોંચ્યા છે. તે અહીંયા દિવસભર રહેશે અને કોંગ્રેસ ધારાસભ્યો સાથે રાજ્યની હાલની રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરશે. સાથે જ આગળની રણનીતિ પણ નક્કી કરશે. સાથે હોટલમાં કોંગ્રેસે 14 ઓગસ્ટે શરૂ થનારા વિધાનસભા સત્રની રણનીતિની પણ તૈયારી શરૂ કરી દીધી છે. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ફ્લોર મેનેજમેન્ટ માટે કોંગ્રેસે એક ટીમ બનાવી છે, જે રાજકીય સ્થિતિ અંગે ફ્રન્ટ ફુટ પર મોરચો સંભાળશે.

હાલ રવિવાર સવારથી જેસલમેરના સૂર્યાગઢમાં કોંગ્રેસ નેતાઓ વચ્ચે ફ્લોર મેનેજમેન્ટ અંગે ચર્ચા શરૂ થઈ ચુકી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલ, અવિનાશ પાંડે, ગોવિંદ સિંહ ડોટાસરા, શાંતિ ધારીવાલ, મહેશ જોશી,મહેન્દ્ર ચૌધરી સહિત મુખ્ય નેતા હોટલમાં હાજર છે.

વિધાનસભામાં કોંગ્રેસની આ ટીમ ફ્રન્ટ ફુટ પર રહેશે

·         સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલ નેતૃત્વ કરશે. એ જ નીતિવિષયક પાસાઓ અંગે ચર્ચા કરશે.

·         ડો. બીડી કલ્લા શાંતિ ધારીવાલના સહયોગી હશે

·         મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરી ધારીવાલની મદદ કરશે

·         મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરી ધારાસભ્યોના સંખ્યાબળની હાજરીનું કામ સંભાળશે.

·         ગોવિંદસિંહ ડોટાસરા વિધાનસભામાં કોંગ્રેસના એક એક ધારાસભ્યનું ધ્યાન રાખશે

·         ગૃહમાં વિપક્ષનો જવાબ આપવાની પણ તૈયારી કરાઈ છે. જેની જવાબદારી ડો. ભૂપેશ, શાલે મોહમ્મદ, સુભાષ ગર્ગ, સુખરામ વિશ્નોઈ, અશોક ચાંદના, મદન પ્રજાપત,જગદીપ જાંગિડ, ખિલાડીલાલ બૈરવા, ગણેશ ઘૂઘરા, રોહિત બોહરા સહિત પ્રમુખ નેતા અને મંત્રીને સોંપવામાં આવી છે.

·         બિન કોંગ્રેસી સભ્ય તરીકે આ ટીમમાં સુભાષ ગર્ગ, સંયમ લોઢા, બલવાન પૂનિયા, બલજીત યાદવ, બાબૂલાલ નાગર, રાજકુમાર ગૌડા સહિત મુખ્ય ધારાસભ્ય હાજર રહેશે.

·         સંયમ લોઢા ગૃહની અંદર અને બહાર બન્ને બાજુ એક્ટિવ રહેશે.

·         કોંગ્રેસ કેમ્પ દરેક ધારાસભ્યને જવાબદારી સોંપી રહ્યો છે. જેમની ઓળખ સંસદીય મામલામાં સારુ બોલાવા વાળા તરીકેની ઓળખ છે. રણનીતિક મોરચા પર કોઈ ચૂક ન થાય, તેનું પુરું ધ્યાન આ ટીમની જવાબદારી હશે. આ ટીમ સીધી મુખ્યમંત્રી અશોક ગેહલોતને રિપોર્ટ કરશે.

ભાજપે વાડાબંધી શરૂ કરી
શનિવારે ભાજપે તેમના ધારાસભ્યોની વાડાબંધી શરૂ કરી દીધી છે. જેના માટે 2 અટકળો લગાવાઈ રહી છે, એક તો ભાજપને તેના ધારાસભ્યોના તૂટવાની બીક છે. રાજકીય જાણકારો જણાવે છે કે ગેહલોત જૂથમાં સંકટ હોવાથી ભાજપ ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે.

બીજી એ કે, ગેહલોત સરકાર સંકટમાં છે અને ક્યાંક ને ક્યાંક ભાજપે પણ કોઈ રણનીતિ બનાવી છે અને તેના કારણે ધારાસભ્યોની વાડાબંધી શરૂ કરી છે. એવામાં રાજકીય ગતિવિધિ ઝડપી બની ગઈ છે.

ગેહલોત છેલ્લા 5 દિવસથી જયપુરમાં હતા. જ્યારે ધારાસભ્યોને અહીંયા લાવવામાં આવ્યા, એ વખતે CM સાથે આવ્યા હતા. તેના બીજા દિવસે પાછા ચાલ્યા ગયા અને રવિવારે ફરી એકવાર પાછા આવ્યા, પરંતુ સોમવારે જયપુર ગયા પછી પાછા નથી આવ્યા. સતત તેમનો કાર્યક્રમ સ્થગિત થઈ રહ્યો છે. એવામાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સરકાર કોઈ ફોર્મ્યુલા દ્વારા સંકટને ટાળવાનો પ્રયાસ કરી રહી છે.

ગેહલોતનો ટોણો- સત્તા અમારી અને વાડાબંધી ભાજપ કરી રહી છે
ગેહલોતે કહ્યું કે, મને લાગે છે કે ભાજપમાં જોરદાર ભાગલા પડી ગયા છે. સત્તામાં સરકાર અમારી છે અને વાડાબંધી ભાજપ કરી રહી છે. આનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમનું કાવતરું સફળ થઈ રહ્યું નથી. મેં ચૂંટાયેલી સરકારને પાડવાનો હંમેશા વિરોધ કર્યો. ભાજપના કૈલાશ મેઘવાલ પહેલા જ કહી ચુક્યા છે કે ચૂંટાયેલી સરકાર પાડવાની પરંપરા ખોટી છે. ભાજપના ઘણા ધારાસભ્ય પણ આવું માને છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post