• Home
  • News
  • મોંઘી રાખડીનું આકર્ષણ:સુરતમાં બની ચાંદીની રૂ. 400થી લઈને 10 લાખ સુધીની ગોલ્ડન રાખડી, હીરાજડિત રક્ષાકવચ લેવા મુંબઈથી પણ બહેનો આવી
post

જાણીતા વેપારી દીપક ચોક્સીએ જણાવ્યું કે સિલ્વરથી લઈ ગોલ્ડ સુધીની તૈયાર કરવામાં આવેલી એકથી એક ચડિયાતી રાખડીઓની ખરીદી માટે સુરત જ નહીં મુંબઈથી પણ ગ્રાહકો આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-08 18:39:42

ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખી આ વખતે સુરતના જ્વેલર્સ દ્વારા યુનિક રાખડી તૈયાર કરવામાં આવી છે, જેમાં ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ અને પ્લેટિનિયમના રૂપમાં અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. સામાન્ય રીતે રૂપિયા 400ની સિલ્વર રાખડીઓથી લઈ રૂપિયા 10 લાખ સુધીની ગોલ્ડ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેને ખરીદવા માટે મુંબઈથી પણ બહેનો આવી રહી હોવાનું જ્વેલર્સ કહી રહ્યા છે.

રાખડીઓનો બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ
સિલ્વરથી લઈ ગોલ્ડમાં તૈયાર કરાયેલી રાખડીઓના ઉપયોગ બાદમાં બ્રેસલેટ તરીકે પણ કરી શકાય છે. જેથી ભાઈ અને બહેન વચ્ચે રહેલા પ્રેમની એક ભેટ યાદરૂપે રહી જાય છે. જ્વેલર્સ વેપારી દ્વારા ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ખાસ ટુ ઇન વન રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેનો બ્રેસલેટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને રાખડી તરીકે પણ ઉપયોગ લઈ શકાય છે. આ સાથે એક ઈન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય છે.

અલગ અલગ થીમ બેઝ રાખડીઓ
સુરતમાં આ વર્ષે ખાસ અલગ અલગ થીમ બેઝ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્વસ્તિક, ઓમ, કૃષ્ણ ભગવાનના ફોટો ફ્રેમ સહિતની રાખડીઓ સિલ્વર અને ગોલ્ડ સહિત પ્લેટિનમમાં બનાવવામાં આવી છે. ખાસ તો બહેન પોતાના વીરાની કલાઈ ઉપર રક્ષાબંધનના પર્વ નિમિત્તે એકથી એક અવનવી રાખડી બાંધવા પસંદ કરતી હોય છે. જે બાબતને પણ ધ્યાનમાં રાખી જ્વેલર્સ વેપારી દ્વારા "ભાઈ" નામના શબ્દવાળી રાખડી ગોલ્ડ અને સિલ્વરમાં બનાવવામાં આવી છે. જે રાખડીનું ચલણ પણ સૌથી વધુ હાલ જોવા મળી રહ્યું છે. સુરતમાં દસ લાખની રાખડીએ સૌથી મોંઘી રાખડી છે. જે માત્ર શ્રીમંત પરિવાર માટે ખરીદવુ શક્ય છે.

અન્ય શહેરોમાંથી પણ રાખડી ખરીદવા આવે છે બહેનો
જાણીતા વેપારી દીપક ચોક્સીએ જણાવ્યું કે સિલ્વરથી લઈ ગોલ્ડ સુધીની તૈયાર કરવામાં આવેલી એકથી એક ચડિયાતી રાખડીઓની ખરીદી માટે સુરત જ નહીં મુંબઈથી પણ ગ્રાહકો આવી રહ્યા છે. જેમાં અન્ય શહેરોમાંથી આવેલી મહિલા ગ્રાહકને પણ સિલ્વર, ડાયમંડ અને ગોલ્ડમાં તૈયાર કરવામાં આવેલી રાખડી વધુ પસંદ પડી હતી. જેમી કિંમત રૂપિયા દસ લાખ સુધીની છે. રક્ષાબંધનો પર્વ ભાઈ-બહેનના પ્રેમના પ્રતીકનો પર્વ છે. જેથી બહેન પોતામાં વ્હાલસોયા ભાઈ માટે રાખડી ખરીદવા અમારા જ્વેલરી શોરૂમની મુલાકાત લઈ રહી છે.

ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે ડાયમંડ રાખડી ખરીદી
જીનલ ઝવેરી દ્વારા જણાવ્યું કે રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતના રાખડી બજાર સહિત જ્વેલર્સ બજારમાં પણ ગોલ્ડ અને સિલ્વર સહિત ડાયમંડ રાખડીની ડિમાન્ડ નીકળી છે. જેમાં સુરતના જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી રાખડી ભાઈ માટે ખરીદવી હતી. એક પ્રકારે ભાઈને દર વર્ષે હું આવી જ કંઈક અનોખી રાખડી ભેટ કરું છું. આ વખતે ગોલ્ડ અને ડાયમંડ જડીત રાખડી એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે હું મારા ભાઈને આપવા માંગુ છું.

adv

Related News

post
post
post
post
post
post
post