• Home
  • News
  • વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મીડિયાએ ઉડાવી ભારતની મજાક, IPL રમનારા મેક્સવેલ-કમિંસે પણ કરી કોમેન્ટ
post

ભારતને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-25 19:20:29

ઓસ્ટ્રેલિયાએ ODI World Cup 2023ની ફાઈનલ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે લીગ મેચ અને સેમિફાઈનલ એમ સતત 10 મેચ જીતી હતી. પરંતુ ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ હાર પછી ઓસ્ટ્રેલિયાના કેટલાંક મીડિયા હાઉસે ભારતની મજાક ઉડાવી હતી. તેમાંથી એક ઓસ્ટ્રેલિયન મીડિયાના સોશ્યલ મીડિયા પેજ પર ભારતીય ખેલાડીઓ પ્રત્યે અપમાનજનક પોસ્ટ મૂકવામાં આવી છે, જેને ગ્લેન મેક્સવેલ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ દ્વારા લાઇક અને તેના પર કોમેન્ટ પણ કરવામાં આવી છે.


સોશ્યલ મીડિયા પર કરી અપમાનજનક પોસ્ટ

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ ફોટોને કેપ્શન આપવામાં આવ્યું છે કે, 'સાઉથ ઓસ્ટ્રેલિયાના એક વ્યક્તિએ 11 બાળકોને જન્મ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સોશ્યલ મીડિયા પોસ્ટનો અર્થ એ હતો કે સાઉથ ઓસ્ટ્રેલિયાના રહેવાસી ટ્રેવિસ હેડે ભારત સામે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં સદી ફટકારીને પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી અને રોહિત શર્મા સહિત તેની ટીમ પાસે તેને રોકવાનો કોઈ રસ્તો નહોતો.

2-3 મહિના આ ખેલાડીઓ ભારતમાં જ પડ્યા રહે છે

adv

Related News

post
post
post
post
post
post
post