• Home
  • News
  • બાબરે કોહલીના રેકોર્ડની બરાબરી કરી:T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપે 3 હજાર રન પૂરા કરવાના મામલે વિરાટના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી
post

બાબર આઝમ ત્રણ હજાર રન પૂરા કરનાર પાંચમો પ્લેયર બન્યો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-01 17:59:47

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના વધુ એક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તે ઇંગ્લેન્ડ સામે શુક્રવારે રમાયેલી છઠ્ઠી મેચમાં પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરના 3 હજાર રન પૂરા કર્યા હતા. મેચમાં બાબર આઝમે 59 બોલમાં 87* રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 7 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 147.46ની રહી હતી. જોકે તેની આ ઇનિંગ એળે ગઈ હતી. ઇંગ્લેન્ડે 170 રનનો ટાર્ગેટ માત્ર 14.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.

બાબર T20 ઈન્ટરનેશનલમાં 3 હજાર રન પૂરા કરનારો એકમાત્ર પાકિસ્તાની બેટર છે. તેણે 81 ઇનિંગમાં 3 હજાર રન પૂરા કર્યા હતા. ભારતના વિરાટ કોહલીએ પણ T20 ઈન્ટરનેશનલમાં 81 ઇનિંગમાં જ 3 હજાર રન પૂરા કર્યા હતા.

બાબર આઝમ ત્રણ હજાર રન પૂરા કરનાર પાંચમો પ્લેયર બન્યો

બારબર આઝમ ઓવરઓલ T20 ઈન્ટરનેશનલમાં 3 હજાર રન પૂરા કરનાર પાંચમો ખેલાડી બન્યો છે. તેની પહેલા ભારતના વિરાટ કોહલી, રોહિત શર્મા, ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ અને આયરલેન્ડના પૉલ સ્ટર્લિંગે ત્રણ હજાર પૂરા કરી લીધા છે. હાલ તો T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા સૌથી વધુ રન બનાવવાના મામલે પહેલા નંબરે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post