• Home
  • News
  • સ્પેનમાં થયેલા બે રિસર્ચનું પરિણામ, ટાલિયા પુરુષોમાં કોરોના વાઈરસનાં સંક્રમણનું જોખમ વધારે હોય છે
post

શોધ સ્પેનની હોસ્પિટલમાં કરવામાં આવી, 41 કોરોનાના દર્દીઓ પર કરેલા રિસર્ચમાં 71 ટકા દર્દીઓ ટાલિયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:50:43

ટાલિયા પુરુષોમાં કોરોનાવાઈરસનું ગંભીર સંક્રમણનું જોખમ વધારે છે. આ દાવો અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચર કાર્લોસ વેમ્બિયરનું કહેવું છે કે, ટાલિયાપણુંથી સંક્રમણ વધારે ગંભીર થવાનું રિસ્ક ફેક્ટર છે.

ટાલિયાપણું અને કોરોના દર્દી વચ્ચે કનેક્શન સમજવા માટે બે સ્ટડી કરવામાં આવી. બંને પરિણામ સરખું જ આવ્યું. આની પહેલાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મહિલાઓથી વધારે પુરુષોને કોરોના સંક્રમણનું અને મૃત્યુનું જોખમ વધારે છે.

 સંશોધક પ્રમાણે, 41 કોરોનાના દર્દીઓ પર કરેલા રિસર્ચમાં 71 ટકા દર્દીઓ ટાલિયા હતા. આ શોધ સ્પેનની હોસ્પિટલમાં કરવામાં આવી. તો બીજી બાજુ અમેરિકન એકેડમી ઓફ ડર્મેતોલોજીમાં પબ્લિશ થયેલી સ્ટડી પ્રમાણે, 122 પરુષો પર થયેલા રિસર્ચમાં 79 ટકા કોરોના દર્દી ટાલિયા હતા.

રિસર્ચરે કહ્યું કે, મેલ સેક્સ હોર્મોન એન્ડ્રોજન ટાલિયાપણું અને કોરોનાવાઈરસને સંક્રમણ કરવાની ક્ષમતાને વધારી દે છે. તેનો અર્થ એ થાય છે કે, આ હોર્મોન દવાની અસરને દબાવી દે છે અથવા તો ઓછી કરી દે છે. આ માટે કોરોના દર્દીઓનો સાજા થવાનો દર ધીમો થઇ જાય છે. તેમને રિકવર થવામાં સમય લાગે છે.

સંશોધક કાર્લોસે કહ્યું કે, એન્ડ્રોજન હોર્મોન કોરોનાની કોશિકાને ચેપી કરવાનો એક મહત્ત્વનો ગેટવે હોઈ શકે છે. બીજા શોધકર્તાએ કહ્યું કે, આ ટોપિક પર હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે જેથી અન્ય માહિતી સામે આવે. 

આની પહેલાંનાં રિસર્ચમાં સંશોધકોએ સાબિત કર્યું હતું કે, મહિલાઓની સરખામણીએ પુરુષોમાં કોરોના સંક્રમણનું જોખમ કેમ વધારે છે, જાણો આ 5 પોઈન્ટ

1. સ્મોકિંગ: તે ફેફસાંને ખરાબ કરીને જોખમ વધારે છે
ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પબ્લિશ થયેલી આ શોધ પ્રમાણે, ચીનમાં મરનારા લોકોમાં 26 ટકા સ્મોકિંગ કરતા હતા. શોધકર્તા પ્રમાણે, સ્મોકિંગ કરવામાં મહિલાઓ કરતાં પુરુષો આગળ છે. દુનિયાભરમાં સ્મોકિંગ કરનારા એક તૃતીયાંશ લોકો માત્ર ચીનમાં છે, તય માટે 2 ટકા મહિલાઓ સ્મોકિંગ કરે છે. બ્રિટનમાં 16.5 ટકા પુરુષ અને 13 ટકા મહિલાઓ સ્મોકર છે. રિસર્ચ પ્રમાણે સિગારેટ પીતી વખતે વારંવાર હાથ મોઢાં પાસે જાય છે આથી જોખમ વધારે ગંભીર બની જાય છે.

આરએમએલ હોસ્પિટલ. દિલ્હીના વિશેષજ્ઞ ડો. એકે વાષ્ણેએ કહ્યું કે, કોરોના વાઈરસનું સંક્રમણ સિગારેટના ધુમાડાથી ફેલાતું નથી, પરંતુ ધુમાડો ફેફસાંને ખરાબ કરે છે. વધારે સ્મોકિંગ કરવાથી ફેફસાં નબળા થઇ જાય છે અને વાઈરસનું જોખમ વધી જાય છે. 

2. નબળી ઇમ્યૂ સિસ્ટમઃ ફીમેલ હોર્મોન વધુ શક્તિશાળી
અમેરિકન જર્નલ ઓફ ફિઝીયોલોજી અનુસાર, કોરોના સામે લડવાની મહિલાની ઇમ્યૂનિટીમાં સુધારો થયો છે. સંશોધકોના મતે, સ્ત્રીઓમાં રિલીઝ થતા સેક્સ હોર્મોન એસ્ટ્રોજન વાઇરસ સામે લડવામાં શરીરના કોષોને સક્રિય કરે છે. જ્યારે પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનની અસર વિપરિત થાય છે. એક્સ ક્રોમોસોમ્સમાં ઇમ્યૂન જીન્સ (TLR7) હોય છે, જેને RNA વાઇરસ શોધી લે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના ઇમ્યુનોલોજિસ્ટ પ્રો. ફિલિપ ગોલ્ડરના જણાવ્યા અનુસાર, રોગો સામે લડવાની સ્ત્રીઓની પ્રતિક્રિયા ઝડપી હોય છે. તેથી, તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનતી જાય છે અને રોગો સામે લડવાની તેમની ક્ષમતા વધી જાય છે.

3. લાઇફસ્ટાઇલ ડિસીઝ: સાર્સ વખતે પણ 50% વધુ પુરુષો મૃત્યુ પામ્યા હતા
એન્નલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન મુજબ, પુરુષોમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝ સ્ત્રીઓ કરતાં વધારે હોય છે. આ રોગો કોરોના ચેપનું જોખમ વધારે છે. સંશોધન મુજબ, વર્ષ 2003માં સાર્સના ચેપ દરમિયાન હોંગકોંગમાં સૌથી વધુ મહિલાઓ ચેપગ્રસ્ત હતી. પરંતુ તેમ છતાં પુરુષોનો મૃત્યુ દર 50% વધુ હતો. મર્સ રોગચાળા દરમિયાન પણ ચેપગ્રસ્ત પુરુષોનો મૃત્યુ દર 32% હતો. સ્ત્રીઓમાં આ આંકડો 25.8% હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, સ્ત્રીઓ પુરુષો કરતાં 6થી 8 વર્ષ વધુ જીવે છે.

4. ACE2 પ્રોટીનઃ આ પુરુષોમાં વધારે જોવા મળે છે
જ્યારે કોરોના વાઇરસ શરીરમાં પહોંચે તો એવા કોષો સાથે જોડાય છે જે ACE2 પ્રોટીન રિલીઝ કરે છે. સામાન્ય રીતે પ્રોટીન ફેફસાં, હૃદય અને આંતરડામાં જોવા મળે છે. પરંતુ તેની સૌથી વધારે માત્રા ટેસ્ટિસ (વૃષણ-વીર્ય કોષ)માં જોવા મળે છે. જ્યારે મહિલાઓની ઓવરી (અંડાશય)માં ખૂબ જ ઓછી માત્રામાં હોય છે.

5.હાઈજીન: પુરુષ પર્સનલ હાઈજીન-હાથ ધોવામાં પાછળ છે
મહામારીથી બચવા માટે દુનિયાભરના વિશેષજ્ઞ સાફ-સફાઈ રાખવાની અને વારંવાર હાથ ધોતા રહેવાની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મહિલાઓની સરખામણીએ વારંવાર હાથ ધોવામાં પુરુષો એટલા એક્ટિવ નથી. આથી સંક્રમણનું કારણ તે પણ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સીટીના વૈજ્ઞાનિક યુનિહિરો મૈત્સુહિતાએ કહ્યું કે, સાફ-સફાઈ રાખવામાં ખાસ કરીને હાથ ધોવામાં પુરુષો મહિલાઓ કરતાં પાછળ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post