• Home
  • News
  • રોમાંચક મેચમાં પંજાબને 6 વિકેટે હરાવી બેંગલોરને પ્લેઓફમાં પ્રવેશ
post

વિરાટ કોહલીની ટીમ સતત બીજી સીઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. આ સાથે આરસીબી આઈપીએલ-2021ના પ્લેઓફની ટિકિટ મેળવનાર ત્રીજી ટીમ બની છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-04 10:15:50

શારજાહઃ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આઈપીએલના 48માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પંજાબ કિંગ્સને 6 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીએ 16 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઇ કરી લીધુ છે. બેંગલોરે મેક્સવેલની તોફાની અડધી સદીની મદદથી 7 વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે સારી શરૂઆત કરી, પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. આ રીતે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે. પંજાબની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવી શકી હતી. 

ગ્લેન મેક્સવેલ (57)ની શાનદાર ઈનિંગની મદદથી આરસીબીએ પંજાબ કિંગ્સને 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 7 વિકેટે 164 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શમી અને મોઇસેસ હેનરિક્સે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. આ પહેલા આરસીબીએ પોતાની ઈનિંગની શાનદાર શરૂઆત કરી, ઓપનિંગ બેટ્સમેન કોહલી અને પડિક્કલે પ્રથમ વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. 

આ ભાગીદારીને હેનરિક્સે કોહલી (25)ને આઉટ કરીને તોડી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલ ડેનિયલ ક્રિશ્ચિયન શૂન્ય રને હેનરિક્સનો શિકાર થયો હતો. નવા બેટ્સમેન મેક્સવેલે પડિકલની સાથે ઈનિંગને આગળ વધારી પછી પડિકલ પણ હેનરિક્સનો શિકાર થયો હતો. 

ત્યારબાદ બેટિંગ કરવા આવેલ ડિવિલિયર્સે મેક્વેલનો સાથ આપ્યો અને બંનેએ ચોથી વિકેટ માટે માત્ર 39 બોલમાં 73 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ ખાનના સુપર થ્રો દ્વારા ડિવિલિયર્સ (23) રન આઉટ થયો હતો. મેક્સવેલ 33 બોલમાં 57 રન બનાવી આઉટ થયો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post