• Home
  • News
  • BCCI એ કરી જાહેરાત, 15 ઓક્ટોબરથી યૂએઈમાં આઈપીએલ, જાણો ક્યારે રમાશે ફાઇનલ
post

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાહુલ શુક્લાએ બુધવારે આઈએએનએસ સાથે વાત કરતા આઈપીએલ-2ની બાકી મેચને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવી દીધો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-10 10:52:13

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પ્રતિષ્ઠિત ટી20 લીગ એટલે કે આઈપીએલ-14ની બાકી મેચોને લઈને ખુબ વાતો થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ટૂર્નામેન્ટની બાકી રહેલી 31 મેચોને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ  હવે બોર્ડના ઉપાધ્યક્ષે સત્તાવાર જાહેરાત કરી તમામ અટકળો પર વિરામ લગાવી દીધો છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ સ્પષ્ટ કરી લીધુ કે ટૂર્નામેન્ટનું આયોજન 19 સપ્ટેમ્બરથી કરવામાં આવશે અને તેનો ફાઇનલ મુકાબલો 15 ઓક્ટોબરે રમાશે. 

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાહુલ શુક્લાએ બુધવારે આઈએએનએસ સાથે વાત કરતા આઈપીએલ-2ની બાકી મેચને લઈને  ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવી દીધો છે. તેમણે કહ્યુ- આઈપીએલનું આયોજન 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે યૂએઈમાં થશે. 

તો આઈસીસી તરફથી બુધવારે માહિતી આપવામાં આવી કે ટી20 વિશ્વકપના આયોજન અને તેની તારીખોની જાહેરાત જુલાઈમાં કરવામાં આવશે. આઈસીસી અધિકારીએ કહ્યુ- જુઓ ટી20 વિશ્વકપની તારીખ અને આયોજન સ્થળને લઈને જાણકારી જુલાઈમાં આપી શકાશે. 

આ સમયે અમે તેને લઈને કોઈ નિવેદન આપી શકીએ નહીં. પરંતુ એવો કોઈ નિયમ નથી કે આઈસીસીની કોઈ ઇવેન્ટ પહેલા કોઈ અંતર રાખવામાં આવે. આઈસીસીને પિચ અને મેદાનને આયોજન પ્રમાણે તૈયાર કરવા માટે 10 દિવસનો સમય જોઈએ પણ આવો કોઈ નિયમ નથી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post