• Home
  • News
  • કેપ્ટન બનાવો તો જ તમારી ટીમમાં આવું! હાર્દિક પંડ્યાના MIમાં જોડાવા અંગે રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
post

પંડ્યાને વર્ષ 2022ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે ખરીદીને કેપ્ટન બનાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-16 20:33:59

 IPL 2024 પહેલા જ મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં મોટો ફેરફાર કરતા રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો છે. લોકોની નજરમાં ભલે આ નિર્ણય રાતોરાત લેવાયો હતો પરંતુ સત્ય કંઇક બીજું છે. હાર્દિકને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન બનાવવાનો પ્લાન પહેલાથી જ બનાવવામાં આવ્યો હતો. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પરત એક જ શરત પર આયો હતો કે તેને કેપ્ટન બનાવવામાં આવશે.

આ શરતે પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સમાં કરી વાપસી

રિપોર્ટમાં જણાવ્યા મુજબ હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સમાં વાપસીને લઈને કે શરત રાખી હતી. હાર્દિકએ શરત રાખી હતી કે તે ત્યારે જ મુંબઈની ટીમમાં પાછો ફરશે જયારે તેણે મુંબઈ ઇન્ડિયન્સ ટીમ નો કેપ્ટન બનાવવામાં આવશે અને થયું પણ કંઇક આવું જ. પહેલા હાર્દિકની મુંબઈની ટીમમાં વાપસી થઇ અને પછી ગઈકાલે તેણે સત્તાવાર રીતે રોહિતની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો.

ગુજરાત ટાઈટન્સે 2022ની મેગા ઓક્શનમાં પંડ્યાને પોતાની ટીમમાં સામેલ કર્યો

હાર્દિક પંડ્યાએ વર્ષ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષ 2021 સુધી મુંબઈનો ભાગ રહ્યો. પરંતુ વર્ષ 2022ની મેગા ઓક્શનમાં તેને ગુજરાત ટાઇટન્સે ખરીદીને કેપ્ટન બનાવ્યો હતો. હાર્દિકે તેની કપ્તાની હેઠળ ગુજરાતને પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને પછી બીજી સિઝનમાં હાર્દિકની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ રનર અપ બની હતી.

હાર્દિક પંડ્યાની IPL કરિયર

હાર્દિકે અત્યાર સુધી તેના IPL કરિયરમાં કુલ 123 મેચ રમી છે. આ દરમિયાન તેણે 115 ઇનિંગ્સમાં બેટિંગ દરમિયાન 30.38ની એવરેજ અને 145.86ની સ્ટ્રાઈક રેટથી 2309 રન બનાવ્યા છે. જેમાં 10 ફિફ્ટી પણ સામેલ છે. આ ઉપરાંત તેણે 81 ઈનિંગમાં બોલિંગ દરમિયાન 33.26ની એવરેજથી 53 વિકેટ લીધી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post