• Home
  • News
  • Bigg Boss 14 Winner: બિગ બોસ સિઝન 14ના વિનર જાહેર: રૂબીના દીલેકે જીતી ટ્રોફી
post

કલર્સ ચેનલના સુપરહિટ રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં રૂબીના દિલેક વિજેતા બની છે. હોસ્ટ સલમાન ખાને બિગબોસના વિેજેતાની જાહેરાત કરી. રૂબીના દિલેકને બિગ બોસની ટ્રોફી મળી તો રાહુલ વૈધ રનરઅપ રહ્યો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 09:57:42

મુંબઈ: કલર્સ ચેનલના સુપરહિટ રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં રૂબીના દિલેક (Rubina Dilek) વિજેતા બની છે. રૂબીના દિલેકે ફાઈનલમાં પાંચ પ્રતિયોગીને માત આપી બિગ બોસ સિઝન 14નું ટાઈટલ જીત્યુ છે. હોસ્ટ સલમાન ખાને બિગબોસના વિેજેતાની જાહેરાત કરી. રૂબીના દિલેકને બિગ બોસની ટ્રોફી મળી તો રાહુલ વૈધ રનરઅપ રહ્યો. જનતાના વોટના આધારે વિજેતાનું નામ નક્કી કરાયું.

બિગ બોસ સિઝન 14 (bigg boss 14 winner) માં રૂબિના દિલેક (Rubina Dilek) , એલી ગોની, રાખી સાવંત, નિકી તંબોલી, રાહુલ વૈધ ફાઈનલ સુધી પહોંચ્યા હતા. રાખી સાવંતે 14 લાખ રૂપિયા સ્વીકાર્યા અને તે બિગ બોસના ફાઈનલિસ્ટની યાદીમાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ એલી ગોનીનું પણ બિગ બોસ જીતવાનું સપનું રોળાઈ ગયું. રૂબીના દિલેક, નિકી તંબોલી અને રાહુલ વૈધ વચ્ચે કાંટેની ટક્કર રહી હતી. ત્યારબાદ રૂબીના દિલેક અને રાહુલ વૈધ વચ્ચે સીધી ટક્કર જામી હતી.જનતાએ આખરે રૂબીના દિલેકને બિગ બોસનો તાજ પહેરાવ્યો.  

રૂબીના બિગ બોસ સિઝન 14માં પહેલા દિવસથી હતી. રૂબીનાએ તેના પતિ અભિનવ કોહલી સાથે બિગબોસના ઘરમાં એન્ટ્રી લીધી હતી. રૂબીના દિલેક અને અભિનવની કેમેસ્ટ્રી લોકોને બિગબોસમાં ઘણી પસંદ આવી હતી. બિગ બોસના ઘરમાં રાહુલ વૈધ અને રૂબીના દિલેક વચ્ચે સતત  ખટરાગ રહ્યો હતો પરંતું અંતે ફાઈનલમાં પણ તે બંને પહોંચ્યા હતા.

ફાઈનલ વિજેતા જાહેર થાય તે પહેલા પાંચેય ફાઈનલિસ્ટોએ પર્ફોમન્સ કર્યું. બિગ બોસના ગ્રાન્ડ ફિનાલેમાં નોરા ફતેહીએ તેના પર્ફોમન્સથી લોકોના દિલ જીતી લીધા. માધુરી દીક્ષિતે પણ બિગ બોસના ગ્રેન્ડ ફિનાલેમાં 'ડાન્સ દિવાને' નું પ્રમોશન કર્યું. ફિનાલેમાં  એલી ગોની અને જાસ્મીન ભસીનની સિઝલીંગ કેમેસ્ટ્રી દર્શકોને જોવા મળી હતી. બિગ બોસ હાઉસમાં જો સૌથી વધારે કોઈ કપલે ચર્ચા જગાડી હોય તો તે જાસ્મીન ભસીન અને એલી ગોની છે.એલી ગોની જાસ્મીનનો સપોર્ટ બનીને બિગ બોસમાં આવ્યો હતો. જાસ્મીન તો ઘરમાંથી બહાર થઈ ગઈ પરંતું એલી ગોની ફાઈનલ સુધી પહોંચ્યો. રાહુલ વૈધને સપોર્ટ કરવા તેની ગર્લફ્રેન્ડ દિશા પરમાર પણ શો ની મહેમાન બની.

 

adv

Related News

post
post
post
post
post
post
post