• Home
  • News
  • કેન્સરને માત આપી ચૂકેલી બ્રિટનની એન્ડ્રિયા ટ્રાયથ્લોન પૂરી કરનારી પહેલી મહિલા બની, 5 દિવસમાં 538 કિ.મી. અંતર કાપ્યું
post

330 કિ.મી. સાઈકલિંગ, 170 કિ.મી. રનિંગ અને 38 કિ.મી. સ્વિમિંગ કરીને સિદ્ધિ હાંસલ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 09:19:55

કેન્સરને માત આપી ચૂકેલી બ્રિટનની 39 વર્ષીય એન્ડ્રિયા મેસન સી ટુ સમિટ ટ્રાયથ્લોન ચેલેન્જ પૂરી કરનારી વિશ્વની પહેલી મહિલા બની ગઈ છે. તેણે કુલ 538 કિ.મી.નું અંતર કાપીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

ફ્રાંસના લેક એનેસીમાં 38 કિ.મી. સ્વિમિંગ પછી એન્ડ્રિયાએ મોં બ્લા પર્વતમાળામાં 330 કિ.મી. સાઈકલિંગ કર્યું અને સ્વિમિંગમાં પણ તેમણે દસ કલાકથી ઓછો સમય લીધો. છેલ્લે તેમણે મોં બ્લા પર જ 170 કિ.મી રનિંગ અને હાઈકિંગ કર્યું. મોં બ્લા યુરોપનો બીજા નંબરનો સૌથી ઊંચો પર્વત છે. આ ચેલેન્જ પૂરી કરવા મેસને 4 કલાક, 23 કલાક અને 41 મિનિટનો સમય લાગ્યો હતો. આ સિદ્ધિ હાંસલ કરવા એન્ડ્રિયાએ ખૂબ જ ઓછી ઉંઘ લીધી અને ભોજન પણ શક્તિ મેળવવા પૂરતું જ લીધું હતું.

ટ્રાયથ્લોન પૂરી કર્યા પછી તેણે કહ્યું કે, બધું જ મારા પ્લાન પ્રમાણે થયું, એટલે હું બહુ જ ખુશ છું. આ ચેલેન્જ હું પાંચ દિવસમાં પૂરી કરવા ઈચ્છતી હતી અને મેં તે કરી પણ બતાવ્યું. આ ખૂબ જ મુશ્કેલ ચેલેન્જ હતી કારણ કે, તેમાં સૂવાનો સમય પણ નથી મળતો. આ સિવાય રનિંગ કરવાનું હોવાથી આપણે સાથે વધારે ભોજન પણ નથી રાખી શકતા. ટ્રાયથ્લોન એક મલ્ટી સ્પોર્ટ્સ રેસ છે, જેમાં સ્વિમિંગ, સાઈકલિંગ અને રનિંગ એમ ત્રણ પ્રકારની ચેલેન્જ પૂરી કરવી પડે છે.

એન્ડ્રિયા કહે છે કે, ‘આ ચેલેન્જમાં અનેકવાર અધવચ્ચે રેસ છોડવાનો વિચાર આવે છે. મારી સાથે પણ આવું થયું, પરંતુ હું મારી જાતને યાદ કરાવતી કે આખરે મેં આ શરૂઆત કેમ કરી હતી.’ 2017માં એન્ડ્રિયાને એન્ડોમેટ્રિયોસિસ અને સર્વાઈકલ કેન્સરનું નિદાન થયું હતું.

કોરોનાના કારણે સરહદ બંધ થઈ જતા પ્લાન બદલવો પડ્યો
39
વર્ષીય એન્ડ્રિયા ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સમાં ટ્રાયથ્લોન પૂરી કરવા ઈચ્છતી હતી. તેણે ફ્રાંસના ચેમોનિક્સમાં પોતાનો બેઝ બનાવ્યો હતો, પરંતુ પાછા ફરતા પહેલા જ કોરોનાના કારણે સરહદો બંધ થઈ ગઈ. તેથી તેણે પ્લાન બદલવો પડ્યો. એન્ડ્રિયા કહે છે કે, મારા નવો પ્લાન અનેક પડકારોથી ભરેલો હતો. નવા સ્થળોમાં રનિંગ-હાઈકિંગ વિશે પણ મને ખાસ જાણકારી ન હતી. આમ છતાં, ચોથી સપ્ટેમ્બરે મેં રેસ શરૂ કરી અને પાંચ દિવસમાં પૂરી પણ કરી.

 

adv

Related News

post
post
post
post
post
post
post