• Home
  • News
  • દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં
post

ગુપ્તચર એજન્સીઓના અહેવાલને ટાંકી કહેવામાં આવ્યુ હતું કે દાઉદ અને તેની પત્ની કોરોના પોઝિટિવ છે, કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 10:45:47

નવી દિલ્હી: 1993માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બધડાકા મામલે વોન્ટેડ ટેરરિસ્ટ, ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ કોરોનાગ્રસ્ત થયો છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સને ટાંકીને અપાયેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ દાઉદની પત્ની મહેજબીનમાં પણ કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં છે. બંનેને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા છે. દાઉદના ઘરના તમામ કર્મચારીઓ અને ગાર્ડ્સને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. જોકે, દાઉદનું કામકાજ સંભાળતા તેના ભાઇ અનીસ ઇબ્રાહિમે આ રિપોર્ટ્સને ખોટા ગણાવ્યા છે. તેણે એક એજન્સીને ફોન પર જણાવ્યું કે આ સમાચાર ખોટા છે. દાઉદ તેની પત્ની મહેજબીન સાથે ઘરે છે. અનીસે એમ પણ કહ્યું કે તે યુએઇ અને પાક.માં કારોબાર ચલાવી રહ્યો છે. દાઉદ લાંબા સમયથી પાક.માં છુપાયો છે. તેને આઇએસઆઇનું સંરક્ષણ મળેલું છે. ભારતે ઘણી વાર તેના પુરાવા આપ્યા પણ પાક.એ દર વખતે વાત માનવાનો ઇનકાર કર્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં અત્યાર સુધી 91172 લોકો કોરોનાથી સંક્રમિત છે. જેમાં 1898 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે. અને 31198 લોકો સાજા થઈ ગયા છે.

દાઉદના સ્ટાફ અને ગાર્ડ્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યાના અહેવાલ મળ્યા હતા
આ અગાઉ ગુપ્તચર સંસ્થાઓના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ અને તેની પત્નીને કોરોના પોઝિટિવ છે. બન્ને કરાચીની આર્મી હોસ્પિટલમાં દાખલ છે. આ અહેવાલમાં જણાવાયું હતું કે પર્સનલ સ્ટાફ અને ગાર્ડ્સને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

અનીસે કહ્યું- ટ્રાન્સપોર્ટનો કારોબાર પણ શરૂ કરવામાં આવ્યો છે

અહેવાલોને ધ્યાનમાં રાખી ન્યૂઝ એજન્સીએ દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ અહેવાલ પ્રમાણે અનીસ કઈ જગ્યાથી વાતચીત કરી રહ્યો હતો તે અંગે જાણી શકાયું નથી. અનીસે કહ્યું કે ભાઈ અને શકીલ તંદુરસ્ત છે. કોઈનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી. પરિવારનો કોઈ પણ સભ્ય હોસ્પિટલમાં દાખલ નથી.

અનીસે જણાવ્યું કે ડી કંપની પાકિસ્તાન અને દુબઈ મારફતે તેમનો કારોબાર ચલાવી રહ્યા છે. જ્યારે અનીસને UAEના લક્ઝરિયસ હોટેલ અને પાકિસ્તાનમાં મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે તો શું કરીએ. ટ્રાન્સપોર્ટનો કારોબાર પણ ચાલી રહ્યો છે.

ભારતે કહ્યું હતું-અફઘાનિસ્તાન-પાકિસ્તાન સીમા પર તસ્કરી કરી રહી છે ડી-કંપની
ભારત સરકાર તરફથી વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓને મોકલવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યુ છે કે ડી-કંપની કરાચી એરપોર્ટથી અફઘાનિસ્તાન સુધી મોટાપાયે ટ્રાન્સપોર્ટ બિઝનેસ ચલાવી રહી છે. આ ઉપરાંત કંપનીએ ટ્રક ડ્રાયવરોની પણ નિમણૂંક કરી છે. તેના મારફતે તે અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર હેરોઈનની તસ્કરી પણ કરે છે.

ISIએ સંરક્ષણમાં દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છેઃ અહેવાલ

એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંરક્ષણ હેઠળ દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં રહે છે. તેના પર વર્ષ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોંબ વિષ્ફોટનો આરોપ છે. જોકે, પાકિસ્તાન દાઉદ અને તેના પરિવારની ઉપસ્થિતિ અંગે ઈન્કાર કરી રહ્યું છે.
દાઉદ વર્ષ 1994થી પાકિસ્તાનમાં છે. તેની દિકરી મહરુખના લગ્ન પાકિસ્તાનના ભૂતપુર્વ સ્ટાર ક્રિકેટર જાવેદ મિયાદાદના દિકરા સાથે થયા છે. ડી-કંપની શાર્પ શૂટર, ખંડણી તથા સટ્ટાબાજી સિન્ડિકેટનો હેન્ડલર શકીલ પણ કરાચીમાં રહે છે. તેની સાથે દાઉદનો ભાઈ અનીસ વર્ષ 1990માં ત્યારે પ્રકાશમાં આવ્યો હતો કે જ્યારે તેણે સંજય દત્તને હથિયાર આપ્યા હતા.


તેની ઉપર બોલિવૂડની ફિલ્મોને ફન્ડિંગ કરવા તથા ક્રિકેટમાં સટ્ટાની સિન્ડિકેટ ચલાવવાનો પણ આરોપ છે. કેટલાક વર્ષો અગાઉ સાઉદી અરેબિયામાં તે અટકાયતમાં હોવાના સમાચાર આવ્યા હતા. પણ ભારતીય એજન્સીઓ તેને પકડે તે અગાઉ તે ભાગી છૂટ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post