• Home
  • News
  • 2025 સુધીમાં ગુજરાતનો કેમિકલ ઉદ્યોગ ચીનને તગડી હરીફાઈ આપવા માટે સક્ષમ, દેશના કેમિકલ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 60%થી વધુ થશે
post

કોરોના ઇફેક્ટને લીધે કેમિકલ ઉત્પાદન 17 ટકા ઘટ્યું, સરકારી સહાયથી વૃદ્ધિની શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 09:25:10

વર્લ્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં છઠ્ઠો ક્રમ ધરાવતા ભારતમાં 53 ટકા ઉત્પાદન સાથે કેમિકલ હબ ગણાતું ગુજરાત ટોચના સ્થાને છે, પરંતુ 2025 સુધીમાં 300 અબજ ડોલરના બનાવવાના લક્ષ્યાંકમાં હિસ્સો વધી 60 ટકા થઇ જવાનો આશાવાદ નિષ્ણાતો અને ઇન્ડસ્ટ્રી અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે. કેમિકલ ઉદ્યોગનું હબ ગણાતું ગુજરાત ચીનને પડકારવા માટે તૈયાર છે. તેને જરૂર માત્ર સરકારની સહાયની છે, એવું કેમેક્સિલ ગુજરાતના રીજનલ ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. 2019માં દેશમાં કુલ 160 અબજ ડોલરના કેમિકલ્સ માર્કેટમાં ગુજરાતનો ડાય-ડાય ઈન્ટરમિડિયેટ્સમાં 80%, ઓર્ગેનિક અને બિન-ઓર્ગેનિક સેગમેન્ટમાં 60%, કોસ્મેટિક સહિત અન્ય કેમિકલ્સમાં 50% હિસ્સો રહ્યો છે. પ્રાઈસ પેરિટીને લીધે આજે પણ કેમિકલ્સ ઉદ્યોગ ચીન પર નિર્ભર છે. જો સરકાર નીતિ-નિયમો હળવા કરે તો ગુજરાત ચીનને પણ હરીફાઈ આપવા માટે તૈયાર છે.

દેશના $160 અબજ માર્કેટમાં ગુજરાતનો હિસ્સો 53 ટકા
ગુજરાતનો કેમિકલ ઉદ્યોગમાં સિંહફાળો છે, જેમાં તે પેટ્રોકેમિકલ્સ પ્રોડક્શનમાં 62 ટકા હિસ્સો ધરાવે છે, કેમિકલ પ્રોડક્શનમાં 53 ટકા અને ફાર્માસ્યુટિકલ્સમાં 45 ટકા ધરાવે છે. ઓર્ગેનિક, ઈનઓર્ગેનિક, આલ્કલી, ડાય સહિત કેમિકલ્સના ઉત્પાદનમાં 51 ટકા હિસ્સો ધરાવે છે.

સરકારને કરવામાં આવેલાં સૂચનો
આત્મનિર્ભર ભારત મિશન હેઠળ ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે સબસિડી સહાય, એન્વાર્નમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે લાગતો દોઢ વર્ષનો સમય ઘટાડી બી2 કેટેગરી કેમિકલ્સમાં બે મહિનામાં ક્લિયરન્સ આપવા, પ્રદર્શન આધારે નવી-જૂની ઈન્ડ્સ્ટ્રીઝને વિસ્તરણ કરવા પરવાનગી મળે.

સ્થાનિક ખરીદીને વેગ અપાશે
2025
સુધીમાં 5 લાખ કરોડ ડોલરની ઈકોનોમી બનાવવામાં ગુજરાતનો કેમિકલ ઉદ્યોગની ભૂમિકા મહત્ત્વની રહેશે. સીઆઈઆઈ દ્વારા આયોજિત ચેલેન્જીસ એન્ડ વે ફોરવર્ડ શીષર્ક હેઠળ ગુજરાત કેમિકલ કોન્ક્લેવમાં એન્વાયર્નમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાયમેન્ટ રાજ્ય મંત્રી બાબુલ સુપ્રિયોએ ગુજરાતની કેમિકલ્સ કંપનીઓને ગ્રોથ માટે ભલામણો આપવા આહવાન કર્યું છે.

ખંભાત પાસે એસ્ટેટ ઊભું કરી આત્મનિર્ભર બની શકાશે
કેમેક્સિલના રીજનલ ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકારે અમદાવાદથી દરિયાઈ પાઈપલાઈન નાખવાના ટેન્ડર જારી કર્યા છે, જેથી જો સરકાર અમદાવાદ આસપાસ ખાસ કરીને ખંભાત નજીક કેમિકલ્સ એસ્ટેટ સ્થાપવામાં સહાય કરે તો ગુજરાત કેમિકલ ઉદ્યોગમાં ચીનને પડકારવા માટે સક્ષમ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post