• Home
  • News
  • વડોદરામાં માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે ટક્કર મારી, માતાનું મોત, પુત્ર ઇજાગ્રસ્ત
post

24 માર્ચના રોજ પણ વડોદરા શહેરની દુમાડ ચોકડી પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-28 19:24:23

વડોદરા: વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલે લઇ જઇ રહ્યો હતો. તે સમયે રસ્તામાં પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફંગોળાયાં હતાં. અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી.

મહિલા કારચાલકે મોપેડને ઉડાવ્યું
આ અંગે ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ કનુભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે. વુડાના મકાન,અટલાદરા)એ ફરિયાદ નોંધાવી છે કે, મારો ભાઈ રાજેશ (રહે. વુડાના મકાન,વાસણા-ભાયલી રોડ) દિવ્યાંગ છે અને તેમના થ્રી વ્હીલ મોપેડ પર માતા સવીતાબેન પરમાર (ઉં.વ.65)ને લઇને સારવાર માટે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા. ત્યારે નીલાંબર સર્કલ પાસે એક કારે રાજેશ પરમારના મોપેડને ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાયા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. તે પછી વધુ સારવાર માટે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

મને અકસ્માતની ફોનથી જાણ થઈ
વધુમાં મૃતકના પુત્ર કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે, મને કોઈકે ફોન કરીને જાણ કરી હતી. મારા ભાઇને માથામાં, ડાબી આંખ અને હાથના પંજા ઉપર તથા જમણા પગના સાથળ ઉપર તથા નળા ઉપર ફ્રેક્ચર થયું છે. જ્યારે મારી મમ્મીને જમણા પગના પંજા ઉપર તથા માથામાં પાછળના ભાગે તથા બન્ને હાથની કોણી નીચે ઇજા થઇ હતી. કારનો નંબર મેં નોંધી લીધો છે.

પોલીસે કાર કબજે કરી માલિકની શોધખોળ હાથ ધરી
ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું કે, અકસ્માત બાદ મહિલા કાર છોડીને રવાના થઇ જતાં તેની કાર કબજે કરાઈ હતી. હવે કારની માલિકી કોની છે, તેની વિગતો RTOઓ પાસેથી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

4 દિવસ પહેલાં એક કારે એક્ટિવાને અડફેટે લીધું હતું
24 માર્ચના રોજ પણ વડોદરા શહેરની દુમાડ ચોકડી પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારે ટક્કર મારતા એક્ટિવા પર સવાર પતિ-પત્ની અને પુત્ર રોડ પર પટકાતાં ઇજાગ્રસ્ત થયાં હતાં. જેમાં વડોદરાના યાકુતપુરા મદાર મહોલ્લામાં રહેતા સકીલ ગુલામરસુલ વ્હોરા (ઉ.50) તેની પત્ની રસીદા અને મારો પુત્ર તહૂર ઇજાગ્રસ્ત થયાં હતાં. કંજરી બોરિયાવીથી મારી એક્ટિવા પર વડોદરા આવી રહ્યાં હતાં. તે સમયે સવારે પોણા દસ વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે પર દુમાડ કટ પાસે અજાણ્યા વાહને અચાનક એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી તેઓ એક્ટિવા પરથી નીચે પડી ગયાં હતાં. જેથી એક્ટિવા ચાલક, તેની પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત થયાં હતાં.

adv

Related News

post
post
post
post
post
post
post