• Home
  • News
  • સુશાંત ડેથ કેસ:CBIની ટીમ ફરી સુશાંતના ફ્લેટે પહોંચી, રિયાની ચોથા દિવસે પૂછપરછ, અત્યાર સુધી 33 કલાક પૂછપરછ થઈ ચૂકી છે
post

BMCએ કહ્યું- રિયાને સુશાંતનું શબ જોવાની મંજૂરી નહોતી આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 09:41:07

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની એક ટીમ સોમવારે ફરી બાન્દ્રા સ્થિત એ ફ્લેટ પર પહોંચી હતી જ્યાં સુશાંત 14 જૂને મૃત્યુ પામ્યો હતો. સીબીઆઈની એક અન્ય ટીમે રિયા અને તેના ભાઈ શોવિક, સુશાંતના પૂર્વ મેનેજર શ્રૃતિ મોદીની ડીઆરડીઓના ગેસ્ટહાઉસમાં પૂછપરછ કરી હતી. રિયાની સતત ચોથા દિવસે પૂછપરછ કરાઈ હતી. સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીને પણ પૂછપરછ માટે ગેસ્ટહાઉસ બોલાવાયો હતો.

સીબીઆઈનાં સૂત્રોએ જણાવ્યું કે રિયાને પૂછવામાં આવ્યું કે સુશાંત સાથે તેનું બ્રેકઅપ ક્યારે થયું? રિયાને એવું પણ પૂછાયું કે તેને સુશાંતના મૃત્યુના સમાચાર ક્યારે મળ્યા? તે કપૂર હોસ્પિટલના મડદાંઘરમાં કેવી રીતે પહોંચી? વોટ્સએપ ચેટ વિશે પણ સવાલ કરાયો. ફિલ્મ નિર્માતા સંદીપ સિંહ તથા શ્રૃતિ મોદી સાથેના સંબંધો વિશે પણ સવાલો પૂછાયા હતા. સીબીઆઈ ચાર દિવસથી રિયાની આશરે 33 કલાકથી પણ વધુ સમય સુધી પૂછપરછ કરી ચૂકી છે.

ઈડીએ હોટેલ બિઝનેસમેન ગૌરવ આર્યની પૂછપરછ કરી
ઈડીએ સોમવારે ગોવાના હોટેલ બિઝનેસમેન ગૌરવ આર્યની મની લોન્ડરિંગ મામલે પૂછપરછ કરી હતી. ઈડીના અધિકારીઓ અનુસાર ગોવામાં હોટેલ ઈમલી અને કેફે કોટિંગાના માલિક આર્યથી રિયા સાથેના વોટ્સએપ ચેટ મામલે પૂછપરછ કરાઈ હતી, જેમાં બંને ડ્રગ્સ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા. સાથે જ રિયા અને તેના ભાઈ શોવિક સાથે નાણાકીય લેવડ-દેવડ મામલે પણ સવાલ પૂછાયા હતા.

BMCએ કહ્યું- રિયાને સુશાંતનું શબ જોવાની મંજૂરી નહોતી આપી
બૃહદ મુંબઇ નગરપાલિકાએ રાજ્ય માનવાધિકાર પંચની નોટિસના જવાબમાં કહ્યું છે કે તેણે કપૂર હોસ્પિટલના મડદાંઘરમાં રિયાને સુશાંતનું શબ જોવાની મંજૂરી નહોતી આપી. નગરનિગમના અધિકારી અને હોસ્પિટલના ડીન પિનાકિન ગુજ્જરે આ મામલે પંચ સમક્ષ સોગંદનામું દાખલ કર્યુ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post