• Home
  • News
  • ઈન્ટરનેશલ ગર્લ ચાઈલ્ડ ડે:દિલ્હીની ચૈતન્યા વેંકટેશ્વરન 1 દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બની
post

જાતિ સમાનતાના પડકારો અંગે વીડિયો બનાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 12:18:04

દિલ્હીની ચૈતન્યા વેંકટેશ્વરન માટે આ વખતનો ઇન્ટરનેશનલ ડે આૅફ ધ ગર્લ ચાઇલ્ડ (11 ઓક્ટો.) બહુ ખાસ રહ્યો. ચૈતન્યાને એક દિવસ માટે ભારતમાં બ્રિટનની હાઇ કમિશનર બનવાની તક મળી. બ્રિટનના હાઇ કમિશને તેની પુષ્ટિ કરી. તે 2017થી દર વર્ષે ઇન્ટરનેશનલ ડે આૅફ ધ ગર્લ ચાઇલ્ડ પર એક દિવસના હાઇ કમિશનરસ્પર્ધા યોજે છે. તેમાં 18થી 23 વર્ષની યુવતીઓ ભાગ લઇ શકે છે.

ભારત ખાતેના કાર્યકારી હાઇ કમિશનર જેન થોમ્પસને કહ્યું કે આ વર્ષે સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર 1 મિનિટનો વીડિયો શૅર કરવા જણાવાયું હતું, જેમાં તેમણે એ જણાવવાનું હતું કે કોરોના સંકટમાં જાતિ સમાનતા સામે શું વૈશ્વિક પડકારો અને તકો છે? હાઇ કમિશનર તરીકે ચૈતન્યાએ વિભાગીય વડાઓને કામ સોંપ્યા. તેમણે કહ્યું કે તે બાળપણમાં દિલ્હી સ્થિત બ્રિટિશ કાઉન્સિલની લાઇબ્રેરીમાં જતી હતી ત્યારથી તેનામાં નવું શીખવાની ઇચ્છા જાગી. એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બનવું સોનેરી તક છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post