• Home
  • News
  • ચેન્નઈ સુપર કિંગ્સના તોફાની બેટરે ધોનીનું ટેન્શન વધાર્યું, ઈજાગ્રસ્ત થતાં IPLમાં રમવા સામે શંકા
post

શિવમ દુબે છેલ્લી બે IPL સિઝનથી CSK માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-21 18:26:19

ચેન્નઈ સુપર કિંગ્સને IPL 2024 પહેલા મોટો ઝાટકો લાગ્યો છે. ચેન્નઈનો સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે રણજી ટ્રોફીની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને કારણે તે રણજી ટ્રોફી 2024ની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. શિવમ દુબે આ સમયે શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. આસામ સામે મુંબઈની તાજેતરની મેચમાં બેટિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. તે મેચમાં શિવમે 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈજા હોવા છતાં દુબેની વર્તમાન રણજી સિઝન શાનદાર રહી છે, તેણે 5 મેચોમાં 407 રન બનાવ્યા છે, જેમાં બે સદી અને બે ફિફ્ટી સામેલ છે. આ દરમિયાન તેણે 12 વિકેટ પણ લીધી હતી.

શિવમ દુબે થયો ઈજાગ્રસ્ત

હાલ શિવમ દુબેની ઈજા અંગે ચેન્નઈ સુપર કિંગ્સ અથવા મુંબઈ રણજી ટીમ મેનેજમેન્ટ તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ તે નિશ્ચિત છે કે તે 22 માર્ચથી શરૂ થનારી IPLના પ્રથમ રાઉન્ડની કેટલીક મેચમાંથી બહાર થઈ શકે છે. આ ઈજા બાદ શિવમ દુબે હવે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી જશે, જ્યાં ફિટનેસ મેળવ્યા બાદ તે રિહેબમાંથી પસાર થશે.

ધોનીનું ટેન્શન વધ્યું

હવે સવાલ એ થાય છે કે શિવમ દુબેની જગ્યાએ ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કયા ખેલાડીને ટીમમાં તક આપશે? સંભવિત રિપ્લેસમેન્ટ ખેલાડીઓની વાત કરીએ તો અંડર-19ના યુવા ઓલરાઉન્ડર મુશીર ખાન પર CSK નજર હોઈ શકે છે. 

CSK માટે ફિનિશરની ભૂમિકા ભજવે છે શિવમ

શિવમ દુબેએ ભારત માટે છેલ્લી ત્રણ T20I મેચોમાં બે મેચ-વિનિંગ ફિફ્ટી ફટકારી છે. IPL 2022 મેગા ઓક્શનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયા બાદથી શિવમ દુબેની રમતમાં ઘણો સુધારો થયો છે. તે છેલ્લી બે સિઝનથી CSK માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post