• Home
  • News
  • ધોનીની ટીમ સતત ત્રણ હારનો સામનો કર્યા પછી જીતી; ગ્રીન જર્સીમાં કોહલીની ટીમ 10માંથી આ 7મી મેચ હારી ગઈ
post

ચેન્નાઈ સુપરકિંગ્સ માટે ઓપનર ઋતુરાજ ગાયકવાડે IPLમાં પોતાની પહેલી ફિફટી મારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 11:13:38

IPL 2020ની 44મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 146 રનનો પીછો કરતા ચેન્નાઈ સુપરકિંગ્સે 18.4 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો. લીગમાં સતત ત્રણ મેચ હાર્યા પછી ચેન્નાઈએ મેચ જીતી છે. સુપરકિંગ્સ માટે ઋતુરાજ ગાયકવાડે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. પોતાના IPL કરિયરની પહેલી ફિફટી ફટકારતા તેણે 51 બોલમાં 65* રન કર્યા. આ મેચ હાર્યા હાર્યા છતાં બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે યથાવત છે. જ્યારે ચેન્નાઈના હૈદરાબાદ અને રાજસ્થાન સાથે સંયુક્તપણે 8-8 પોઈન્ટ્સ થઇ ગયા છે. પરંતુ નેટ રનરેટના આધારે ચેન્નાઈ એક સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને આવી ગયું છે.

 

ગ્રીન જર્સી પહેરીને બેંગલોર 10માંથી 2 મેચ જ જીત્યું છે
ગ્રીન જર્સી પહેરીને રમતી વખતે બેંગલોરનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. તેઓ 10માંથી 7 મેચ હાર્યા છે, 2માં જીત મેળવી છે, જ્યારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું. બેંગલોરે 2011 અને 2016માં જીત્યું હતું, જ્યારે 2015માં રમાયેલી મેચમાં રિઝલ્ટ આવ્યું નહોતું.

રાયુડુએ 39 રન કર્યા
ફાફ ડુ પ્લેસીસ ક્રિસ મોરિસની બોલિંગમાં કવર્સ પર સિરાજના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 25 રન કર્યા હતા. જ્યારે અંબાતી રાયુડુ 39 રને યુઝવેન્દ્ર ચહલની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

મિસ્ડ ચાન્સ: ગાયકવાડ 17 રને રમી રહ્યો હતો ત્યારે ચહલની બોલિંગમાં વિકેટકીપર ડિવિલિયર્સે તેનો કેચ છોડ્યો હતો.

બેંગલોરે 146 રનનો ટાર્ગેટ આપ્યો
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નાઈ સુપરકિંગ્સ સામે દુબઇ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 145 રન કર્યા છે. બેંગલોર માટે કેપ્ટન વિરાટ કોહલીએ સર્વાધિક 50 રન કર્યા, જ્યારે એબી ડિવિલિયર્સે 39 અને દેવદત્ત પડિક્કલે 22 રનનું યોગદાન આપ્યું. ચેન્નાઈ માટે સેમ કરને 3, દિપક ચહરે 2 અને મિચેલ સેન્ટનરે 1 વિકેટ લીધી.

કોહલીની IPLમાં 39મી ફિફટી, ડિવિલિયર્સની 82 રનની ભાગીદારી કરી
બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના IPL કરિયરની 39મી ફિફટી ફટકારતા 43 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 50 રન કર્યા હતા. તે કરનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ડુ પ્લેસીસ દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે તે પહેલા એબી ડિવિલિયર્સ દિપક ચહરની બોલિંગમાં ફાફ ડુ પ્લેસીસ દ્વારા કેચ આઉટ થયો હતો. ડિવિલિયર્સે 36 બોલમાં 4 ફોરની મદદથી 39 રન કર્યા હતા. તેમજ કોહલી સાથે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. ઓલરાઉન્ડર મોઇન અલી સેમ કરનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર મિચેલ સેન્ટનર દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 2 બોલમાં 1 રન કર્યો હતો.

IPLમાં સૌથી વધુ સિક્સ:

·         336: ક્રિસ ગેલ

·         231*: એબી ડિવિલિયર્સ

·         216*: એમએસ ધોની

·         209: રોહિત શર્મા

·         200*: વિરાટ કોહલી

કોહલી 21 રને રમી રહ્યો હતો ત્યારે જાડેજાએ પોતાની જ બોલિંગમાં તેનો કેચ છોડ્યો હતો.

ફિન્ચ અને પડિક્કલ શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ ન કરી શક્યા
આરોન ફિન્ચ સેમ કરનની બોલિંગમાં એક્સ્ટ્રા-કવર પર ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 11 બોલમાં 3 ફોરની મદદથી 15 રન કર્યા હતા. તે પછી દેવદત્ત પડિક્કલ મિચેલ સેન્ટનરની બોલિંગમાં લોન્ગ-ઓન ઋતુરાજ ગાયકવાડ દ્વારા કેચ આઉટ કર્યો હતો. ડુ પ્લેસીસે શાનદાર બેલેન્સ જાળવતા બોલને પકડ્યો હતો, અને તે બાઉન્ડ્રીને અડવાનો જ હતો ત્યારે બોલ ગાયકવાડને પાસ કર્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post